Gujarat News: 2 મેથી 5મીમે 2024 દરમિયાન હૈદરાબાદમાં વિઝ્યુઅલી ચેલેન્જ માટે 11મી રાષ્ટ્રીય ફીડે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું આયોજન ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશ દ્વારા દેવનાર ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. 16 રાજ્યોમાંથી 243 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના 25 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી આઠ ખેલાડીઓ ઈનામો જીતવામાં સફળ રહ્યા હતા. અશ્વિન મકવાણાએ 7મો રેન્ક મેળવ્યો હતો.
જ્યારે ચિરંતન મેસરિયા અને પ્રજ્ઞેશ સોલંકીએ અનુક્રમે 11મો અને 13મો ક્રમ મેળવ્યો હતો. વાઘેલા રાહુલ અને રાજ હેનીશકુમારે પણ અનુક્રમે 25મો અને 26મો ક્રમ મેળવ્યો હતો અને શૈવ મેસારિયા અને અંશ મકવાણાને શ્રેષ્ઠ જુનિયર ખેલાડીઓ તારીખ એનું ઇનામ મળ્યો હતો. અશોક બારોટને પણ શ્રેષ્ઠ વૃદ્ધ ખેલાડી તરીકેનું ઇનામ મળ્યો. આ ટુર્નામેન્ટ તમિલનાડુના આર ગોપીએ જીતી હતી. ઓરિસ્સાના સુભેન્દુ પાત્રાએ અને તમિલનાડુના મેરીમુત્તુએ અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.