માતા વૈષ્ણો દેવીના મુખ્ય પૂજારી અમીર ચંદનું આજે કટરામાં નિધન થયું છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની રચના થઈ ત્યારથી તેઓ માતાના અહીના પૂજારી તરીકે સેવા આપતા હતા.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને શોકગ્રસ્ત પરિવાર અને તેમના અનુયાયીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કર્યું, ‘માતા વૈષ્ણો દેવીના મુખ્ય પૂજારી અમીર ચંદ જીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. હું તેમને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. શોકગ્રસ્ત પરિવાર અને તેમના અનુયાયીઓ પ્રત્યે મારી ઊંડી સંવેદના. પવિત્ર આત્માને તમારા ચરણોમાં સ્થાન આપે તેવી ભગવાનને પ્રાર્થના.’