યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારકો ધીમે ધીમે મેદાનમાં ઉતરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ શનિવારે પશ્ચિમ યુપીના કૈરાના શહેરમાં પહોંચ્યા હતા અને ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો અને પાર્ટીના ઉમેદવાર માટે મત માંગ્યા હતા. અમિત શાહે કહ્યું, ‘કૈરાનામાં શાંતિનું વાતાવરણ જાેઈને સંતોષ થાય છે. મોદીજીએ યુપીનો વિકાસ પોતાના હાથમાં લીધો. યોગીજીએ યુપીમાં વિકાસને વેગ આપ્યો છે.
કૈરાનાને રોડ, મેડિકલ કોલેજ, ગરીબોને રસોઇ ગેસ કનેક્શન, શૌચાલય, આયુષ્માન કાર્ડ અને મફત રાશન જેવી યોજનાઓ યોગીજીએ અમલમાં મૂકી છે. તેમણે કહ્યું, ‘પહેલા લોકો કૈરાનામાં સ્થળાંતર કરતા હતા. હવે જનતા કહી રહી છે કે પલાયન કરનારાઓ જ પલાયન કરી ગયા છે. જાે યુપીમાં તુષ્ટિકરણ ખતમ કરવું હોય તો જાતિ પ્રથા ખતમ કરવી પડશે. ૧૦ ફેબ્રુઆરીએ ભાજપને મત આપો. આખા પશ્ચિમ યુપીમાં તમામ લોકોનો એક જ અવાજ સંભળાય છે અને તે છે ભાજપ આ વખતે ૩૦૦ સોને પાર.
કૈરાના મુસ્લિમ બહુમતી વિસ્તાર છે. ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન તત્કાલિન ભાજપના સાંસદ બાબુ હુકુમ સિંહે આ વિસ્તારમાંથી હિંદુઓના હિજરતનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર ભાજપે તત્કાલીન અખિલેશ યાદવ સરકારને ઘેરી લીધી હતી અને બાદમાં તે ચૂંટણીનો મુખ્ય મુદ્દો બની ગયો હતો. આવી સ્થિતિમાં પ્રથમ ચૂંટણી પ્રવાસ માટે કૈરાનાની પસંદગી પણ અમિત શાહ અને ભાજપની ચૂંટણી રણનીતિનો સંદેશ આપી રહી છે.
શનિવારે કૈરાના પહોંચેલા અમિત શાહે ઘરે-ઘરે જઈને બાળકોને પાર્ટીના પેમ્ફલેટ વહેંચ્યા અને આતંકથી વિસ્તારને બચાવવા માટે ભાજપને એક તક આપવાની અપીલ કરી. દેશના ગૃહમંત્રીને પોતાની વચ્ચે આવતા લોકો ખૂબ જ ખુશ હતા. તેમણે કહ્યું કે ભાજપની યોગી સરકારમાં આ વિસ્તારમાં ગુંડાઓની કમર તૂટી ગઈ છે, તેથી તેઓ ભાજપની સાથે જ રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ તેમના પશ્ચિમ યુપી પ્રવાસમાં શામલી અને બાગપતની પણ મુલાકાત લેશે.
આ દરમિયાન તેઓ પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠક પણ કરશે. ત્યારબાદ તેઓ મેરઠ જવા રવાના થશે અને ત્યાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક કરવા ઉપરાંત વિસ્તારના પ્રબુદ્ધ લોકો સાથે પણ વાતચીત કરશે. જણાવી દઈએ કે આ વખતે યુપી વિધાનસભા ચૂંટણી ૭ તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી ૧૦ ફેબ્રુઆરીએ