ઓનલાઈન એપથી લોન લઈને દેવાદાર બનેલા એક વ્યક્તિનો પરિવાર ખતમ થઈ ગયો. મધ્ય પ્રદેશના ઈન્દોરના રહેવાસી અમિત યાદવે પહેલા પોતાની પત્ની અને બે બાળકોની હત્યા કરી બાદમાં પોતે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા પહેલા અમિતએ એક સુસાઈડ નોટ પણ લખી, જેમાં લખ્યુ છે- ‘આદમી બુરા નહીં હુ, લેકિન હાલાતને એસા કર દિયા…’
અમિત યાદવે પોતાની સુસાઈડ નોટમાં લખ્યુ, જીવવાની ઈચ્છા મારી પણ છે, પરંતુ મારી પરિસ્થિતિ હવે એવી નથી રહી. માણસ હુ ખરાબ નથી, પરંતુ પરિસ્થિતિ નથી. આમાં કોઈની ભૂલ નથી, મારી જ છે, મે અમુક ઓનલાઈન એપથી લોન લઈ રાખી છે, પરંતુ હુ લોન ભરી શકતો નથી. ઈજ્જતના ડરથી આ પગલુ ઉઠાવી રહ્યો છુ. પોલીસ મારા પરિવારને હેરાન ના કરે, હુ જ આરોપી છુ. પતિ-પત્ની અને બે બાળકોના મોતની ઘટના બાદ પોલીસ તપાસ કરી રહી છે. ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યુ કે ખૂબ દુખદ ઘટના છે. ઓનલાઈન એપથી લોન લેવાની પ્રક્રિયાની તપાસ કરવામાં આવશે. જાે કંઈ વાંધાજનક વસ્તુ મળી તો આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.