મંગળવારે વહેલી સવારે પંજાબના અમૃતસરના ઇસ્લામાબાદ પોલીસ સ્ટેશન પાસે જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે લગભગ 3 વાગે આ બ્લાસ્ટના અવાજથી લોકો જાગી ગયા હતા. વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
પોલીસ સ્ટેશનમાં કોઈ વિસ્ફોટ થયો ન હતો.
ઇસ્લામાબાદ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી જસબીર સિંહે જણાવ્યું હતું કે, “અમે અવાજ પણ સાંભળ્યો છે પરંતુ પોલીસ સ્ટેશનમાં કોઈ વિસ્ફોટ થયો નથી.” ત્યાર બાદ આ વિસ્ફોટ ક્યાં થયો છે તેની જાણકારી મળી રહી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ આ મામલે કંઇ પણ કહેવા તૈયાર નથી.
ગેંગસ્ટર જીવન ફૌજીએ લીધી જવાબદારી
સાથે જ ગેંગસ્ટર જીવન ફૌજીએ આ બ્લાસ્ટની જવાબદારી લીધી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે વિસ્ફોટ બપોરે લગભગ ૩ વાગ્યે થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘરની અંદરની દિવાલ પરની તસવીર પણ પડી ગઈ હતી. જો કે અત્યાર સુધી પંજાબ પોલીસે બ્લાસ્ટની જવાબદારી લેનાર ગેંગસ્ટર વિશે કોઈ પુષ્ટિ કરી નથી.
Free Netflix પ્લાન લાવીને મુકેશ અંબાણીએ મચાવી ધમાલ! રોજનો 2GB ડેટા, જિયો યૂઝર્સ સ્તબ્ધ
ગુજરાતમાં ઠંડી આ તારીખથી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ થીજવતી ઠંડીની ચેતવણી
પંજાબમાં પોલીસ સ્ટેશનને નિશાન બનાવવામાં આવી રહ્યું છે
છેલ્લા ઘણા દિવસોથી પંજાબના પોલીસ સ્ટેશન નજીક પણ આવા જ બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે. પોલીસ સ્ટેશન નજીક બ્લાસ્ટની આ છઠ્ઠી ઘટના છે. 4 ડિસેમ્બરે અમૃતસરના મજીઠા પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ થયો હતો. તાજેતરમાં અજનાલા પોલીસ સ્ટેશનની બહાર એક આઇઇડી પણ મળી આવી હતી. અમૃતસર પોલીસ કમિશનરેટની ગુરબક્ષ નગર પોલીસ ચોકીની અંદર પણ વિસ્ફોટ થયો હતો.