રવિવાર બેન્કો ચાલુ રહેશે ! LICના IPO માટે રિઝર્વ બેન્કે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, આ રીતે લગાવી શકાશે IPO માટે બોલી

Lok Patrika
By Lok Patrika
Share this Article

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ બુધવારે જણાવ્યું હતું કે, એલઆઈસીના આઈપીઓ માટે ‘ઈએસબીએ’( એપ્લિકેશન સપોર્ટેટ થ્રૂ બ્લોક્ડ એમાઉન્ટ ઈન એકાઉન્ટ- ખાતામાં બ્લોક કરેલી રકમ દ્વારા સમર્થિત આવેદન) સુવિધા વાળી બેન્ક શાખાઓ રવિવારે પણ ચાલુ રહેશે. જાહેર ક્ષેત્રની કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)નો આઈપીઓ બુધવારે રિટેલ અને સંસ્થાકીય રોકાણકારો માટે ખુલી ગયો છે.

આરબીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે, સરકારે એલઆઈસીના આઈપીઓના આવેદનોને ફાઈનલ કરવા માટે ‘ઈએસબીએ’ની બધી શાખાઓને રવિવારે એટલે કે ૮ મેના રોજ ખુલ્લી રાખવાનો આગ્રહ કર્યો છે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે આ આગ્રહની સમીક્ષા બાદ ‘ઈએસબીએ’ની સુવિધા વાળી બેંક શાખાઓને રવિવારે પણ ચાલુ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે ‘ઈએસબીએ’ દ્વારા રોકાણકારો આઈપીઓ માટે આવેદન કરે છે.

એલઆઈસીના આઈપીઓ ૯ મે ના રોજ બંધ થશે અને તેના માટે બોલી ૭ મેના રોજ પણ લગાવી શકાશે. સરકારનો લક્ષ્ય તેનાથી ૩.૫ ટકા શેર વેચીને રૂ. ૨૧,૦૦૦ કરોડ એકત્ર કરવાનો છે. એલઆઈસીના આઈપીઓ ૯ મેના રોજ બંધ રહેશે. કંપનીના ઈશ્યૂ પ્રથમ દિવસે ૬૪% સબસ્ક્રાઈબ થયા છે. ખાસ કરીને પોલીસીહોલ્ડર્સ (પોલીસી હોલ્ડર) કેટેગરીના શાનદાર આંકડા સામે આવ્યા છે.

પ્રથમ દિવસે બપોરે ૧૨ઃ૩૦ વાગ્યા સુધીમાં એલઆઈસી પોલીસીહોલ્ડર્સ કેટેગરી ૧૦૦%થી વધુ સબસ્ક્રાઈબ થઈ ગઈ છે. આજે સબસ્ક્રિપ્શન ડેટા વિશે વાત કરીએ તો, પોલીસીહોલ્ડર્સ માટે રિઝર્વ ક્વોટા ૧.૯ ગણો સબસ્ક્રાઇબ થયો છે.એલઆઈસી કર્મચારીઓનો ક્વોટા પણ પ્રથમ દિવસે જ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે. રિટેલ રોકાણકારો માટે અનામત ક્વોટા આજે માત્ર ૫૭ ટકા સબસ્ક્રાઈબ થયો હતો. આ રીતે દેશના સૌથી મોટા ૈંર્ઁંને પ્રથમ દિવસે રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly