Andhra Pradesh train accident : આંધ્રપ્રદેશના (Andhra Pradesh) વિજયનગરમ જિલ્લામાં રવિવારે સાંજે સાત વાગ્યે બે પેસેન્જર ટ્રેનો અથડાતાં ઓછામાં ઓછા ૧૧ લોકોનાં મોત થયાં હતાં, અને ૨૯ લોકો ઘાયલ થયા હતા. વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેને વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે અનેક ટ્રેનો પાટા પરથી ખડી પડી હતી, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આ ટક્કર કાંતકપલ્લે અને અલમંદા રેલવે સ્ટેશન વચ્ચે થઈ હતી.
રેલવે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાછળથી ટકરાતી ટ્રેનનો ડ્રાઇવર સિગ્નલ ચૂકી ગયો હતો. ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ડ્રાઇવરે લાલ સિગ્નલને પાર કર્યું … તે પાછળથી ટક્કર હતી. સામેની લોકલ ટ્રેન ખૂબ જ ધીમી હતી, લગભગ ઘસડાતી હતી.”
ઇસ્ટ કોસ્ટ રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ડીઆરએમ/વોલ્ટેર (ડિવિઝનલ રેલવે મેનેજર, વોલ્ટેર ડિવિઝન) અને તેમની ટીમ સાથે સ્થળ પર બચાવ કામગીરી ચાલી રહી છે. સ્થાનિક પ્રશાસન બચાવ કાર્યમાં પણ મદદ કરી રહ્યું છે. અકસ્માત રાહત ટ્રેનો અને અન્ય બચાવ ઉપકરણો આ કામમાં રોકાયેલા છે. રેલવેએ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. આ અકસ્માતને કારણે ચેન્નાઈ-હાવડા ટ્રેન રૂટ પરની ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. આ રૂટ પરની ઘણી ટ્રેનો કાં તો રદ કરવામાં આવી હતી અથવા ડાયવર્ટ કરવામાં આવી હતી.
X પરની પોસ્ટમાં વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે ‘પીએમ નરેન્દ્ર મોદીએ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અધિકારીઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે. વડા પ્રધાન મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે.” મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
BREAKING: ભારતમાં ફરીથી બે ટ્રેનો ધડાકાભેર સામસામે અથડાઈ, લાશોનો ઢગલો, મોતનો આકંડો વધે એવી શક્યતા
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અને કતારની ઘટનાથી રોકાણકારોમાં ફફડાટ, ભારતને 20,300 કરોડનું નુકસાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા અને દરેક ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડીએ આ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓને તાત્કાલિક રાહત પગલાં ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો.