ટામેટા અને શાકભાજી બાદ સફરજન લોકોની કમર તોડી નાખશે, ભાવમા એવો તોતિંગ વધારો થશે કે ખરીદતા પહેલા વિચારવું પડશે

Desk Editor
By Desk Editor
Share this Article

India News : વરસાદને કારણે ટામેટાં અને લીલા શાકભાજીને (Green vegetables) તો ફટકો પડ્યો જ છે, પરંતુ સફરજન (Apple) ઉત્પાદકોને પણ ભારે નુકસાન થયું છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) વરસાદને કારણે ગાર્ડનમાં રહેલા 30 ટકાથી વધુ સફરજન નષ્ટ થઇ ગયા હતા. જેના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સાથે જ ભૂસ્ખલન અને તૂટેલા રસ્તાના કારણે ખેડૂતો પોતાની પેદાશ સાથે સમયસર બજારમાં પહોંચી શકતા નથી. આ કારણે ફળો અને શાકભાજી સડી રહ્યાં છે. હાલમાં જ હિમાચલ પ્રદેશમાં નાળામાં સફરજન ફેંકવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયો હતો.

 

માહિતી અનુસાર, દેશના સૌથી મોટા સફરજન ઉત્પાદક રાજ્યો કાશ્મીર અને હિમાચલ પ્રદેશના સફરજન ઉત્પાદક ખેડૂતોને આ વખતે વરસાદ અને બરફવર્ષાને કારણે 1000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો કહે છે કે ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે, બજારમાં સફરજનના પુરવઠાને અસર થશે, જેના કારણે કિંમતોમાં વધારો થશે. આવી સ્થિતિમાં, જ્યાં હવામાનને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે, ત્યાં સામાન્ય લોકોને મોંઘા સફરજન ખરીદવાની ફરજ પડશે.

 

 

ભૂસ્ખલનથી સફરજનના બગીચાઓનો 10 ટકા હિસ્સો બળીને ખાખ થઈ ગયો

સંયુક્ત કિસાન મંચના રાજ્ય સંયોજક હરીશ ચૌહાણે કહ્યું હતું કે હિમાચલમાં સફરજનના બગીચાઓનો 10 ટકા ભાગ વરસાદ અને ભૂસ્ખલનને કારણે નાશ પામ્યો છે. તેના કારણે સફરજનનું ઉત્પાદન કરતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે સફરજનની કિંમત 30 થી 40 ટકા મોંઘી થઈ શકે છે. જોકે. હિમાચલથી સફરજનની સપ્લાય દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે. ત્રીજી ગુણવત્તાવાળા સફરજન ૧૨૦ થી ૧૪૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. જો કે ગયા વર્ષે ઓગસ્ટમાં આ જ સફરજન 60થી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયું હતું.

 

 

હિમાચલ પ્રદેશમાં 6,40,000 મેટ્રિક ટન સફરજનનું ઉત્પાદન થયું હતું

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે કાશ્મીરમાં સરેરાશ કરતા 50 ટકા વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆત બાદ સામાન્ય કરતા 79 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આ જ કારણ છે કે એકલા કાશ્મીરમાં વરસાદને કારણે માળીઓને 109.78 મિલિયન અમેરિકન ડોલરનું નુકસાન થયું છે. એ જ રીતે હિમાચલ પ્રદેશમાં સફરજનનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ 40 ટકા ઘટી શકે છે. આનાથી બજારમાં સપ્લાય પર પણ અસર પડશે. આવી સ્થિતિમાં કિંમતોમાં આપોઆપ વધારો થશે. ગયા વર્ષે હિમાચલ પ્રદેશમાં 6,40,000 મેટ્રિક ટન સફરજનનું ઉત્પાદન થયું હતું.

 

આ શહેરમાં માત્ર ને માત્ર 40 રૂપિયામાં કિલો એક ટામેટા મળે, લોકોએ દોટ મૂકી, જાણો શા કારણે બધાથી આટલા સસ્તા

ગુજરાતીઓ એટલે જ સારા ડોક્ટર પાસે જજો, આ જિલ્લામાં ડિગ્રી વગરના ડોક્ટરે ઈંજેક્શન મારતાં બાળકનું મોત, ચારેકોર હાહાકાર

શ્રાવણ મહિલા પહેલા જ મોટો ચમત્કાર, સપનું આપ્યું અને જોયું તો રાતોરાત વૃક્ષમાંથી શિવલિંગ બહાર આવ્યું, જોઈ લો તસવીર

 

સફરજન પણ મોંઘા ખરીદવા પડી શકે છે.

આ વર્ષે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં વધુ વરસાદને કારણે ટામેટાના પાકને નુકસાન થયું હતું. જેના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું હતું. તે જ સમયે, ઉત્પાદનને અસર થવાને કારણે ટામેટાના ભાવમાં અચાનક વધારો થયો. આવી સ્થિતિમાં રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાંની સપ્લાય કરવામાં આવી રહી છે. પરંતુ હવે વરસાદના કારણે સામાન્ય જનતાને ટામેટા બાદ મોંઘા સફરજન ખરીદવા પડી શકે છે.

 

 


Share this Article