જમ્મુ કાશ્મીરના પૂંચમાં ગુરુવારે ભારતીય સેનાની ટ્રક આગની ઘટના આતંકવાદી હુમલો હતો. ખુદ ભારતીય સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 5 જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. ભારતીય સેના તરફથી આ હુમલા વિશે જણાવવામાં આવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં અજાણ્યા આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડના ઉપયોગને કારણે સેનાની એક ટ્રકમાં આગ લાગી હતી. આતંકવાદ વિરોધી કામગીરી માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના 5 જવાનોએ જીવ ગુમાવ્યો, જ્યારે એક ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આજે લગભગ 1500 કલાકે, અજાણ્યા આતંકવાદીઓએ ભારે વરસાદ અને ઓછી દૃશ્યતાનો લાભ લઈને રાજૌરી સેક્ટરમાં ભીમ્બર ગલી અને પૂંચ વચ્ચે આગળ વધી રહેલા આર્મી વાહન પર ગોળીબાર કર્યો. આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડના ઉપયોગને કારણે વાહનમાં આગ લાગી હતી. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને આ આતંકી હુમલામાં પાંચ જવાનોના શહીદ થયાની જાણકારી આપી હતી. સંરક્ષણ સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતીય સેનાના જવાનો જમીન પર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છે.
Oyo રૂમમાં છોકરીઓ હનુમાનજીની આરતી કરવા તો નથી જ જતી…. મહિલા આયોગના ચેરપર્સનનું વિવાદાસ્પદ નિવેદન
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી કામગીરી માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના પાંચ જવાનોએ જીવ ગુમાવ્યો છે. તેમાં ઉમેર્યું હતું કે, “અન્ય ગંભીર રીતે ઘાયલ સૈનિકને તાત્કાલિક રાજૌરીની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેની સારવાર ચાલી રહી છે. ગુનેગારોને શોધવા માટે ઓપરેશન ચાલુ છે.”