હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા સામે એઆઈએમઆઈએમના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ અસહમતિ વ્યક્ત કરી છે. આ ચુકાદામાં હાઈકોર્ટે કહ્યુ છે કે, હિજાબ ઈસ્લામની અનિવાર્ય ધાર્મિક પ્રથાનો હિસ્સો નથી.
જાેકે તેના પર હવે રાજકારણ ગરમાઈ રહ્યુ છે.ઓવૈસીએ કોર્ટના ચુકાદા સામે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સહિતના સંગઠનોને અવાજ ઉઠાવવા માટે અપીલ કરી છે.
ઓવૈસીએ કહ્યુ હતું કે, ચુકાદા સાથે સંમત નથી અને અસંમતિ દર્શાવવી મારો હક પણ છે. મને આશા છે કે, પિટિશન કરનારા સુપ્રીમ કોર્ટમાં જશે.
મને એવી પણ આશા છે કે, મુસ્લિમ સંગઠનો પણ તેની સામે અપીલ કરશે. હાઈકોર્ટના ચુકાદાને વિદ્યાર્થીઓના ગ્રુપ અને સંગઠન દ્વારા હવે સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે તૈયારી થઈ રહી છે.તેમની વકીલોની ટીમ આ ચુકાદાનો અભ્યાસ કરી રહી છે.