આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ મફત સારવારમાં આનાકાની કરે તો અહીં ફરિયાદ કરો, 2 મિનિટમાં બધી હવા નીકળી જશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Ayushman Bharat Yojana :  દેશની વસ્તીનો મોટો હિસ્સો આરોગ્ય વીમો પરવડી શકે તેમ નથી. ગરીબ અને આર્થિક રીતે નબળા લોકો વીમાનો હપ્તો ભરી શકતા નથી. સારી હોસ્પિટલોમાં આવા લોકોને મફત સારવાર મળી રહે તે માટે સરકારે આયુષ્યમાન ભારત યોજના (Ayushman Bharat Yojana) શરૂ કરી છે. જે લોકો આ યોજનાનો લાભ લેવા પાત્ર છે તેમને સરકાર આયુષ્યમાન કાર્ડ (ayushman card) આપે છે. આયુષ્માન યોજના હેઠળ દેશભરમાં મોટી સંખ્યામાં હોસ્પિટલોની નોંધણી કરવામાં આવી છે. આયુષ્યમાન કાર્ડ ધારકો આયુષ્યમાન યોજનાની પેનલમાં સામેલ કોઈપણ હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી શકે છે. જો કે ઘણી વખત એવું બને છે કે પેનલમાં સમાવિષ્ટ હોસ્પિટલ પણ સારવાર આપવાની ના પાડી દે છે.

 

હવે સવાલ એ ઉભો થાય છે કે શું આયુષ્યમાન યોજનાની પેનલમાં સમાવિષ્ટ હોસ્પિટલ આયુષ્યમાન કાર્ડ ધારકની સારવાર કરવાનો ઇનકાર કરી શકે છે ? અને જો કોઈ હોસ્પિટલ સારવારની ના પાડે તો કયાંય પણ ફરિયાદ થઈ શકે? સૌથી પહેલાં તો તમારે એ જાણી લેવું જોઈએ કે કેટલાક ખાસ સંજોગોને બાદ કરતાં જો એમ્પેનલ્ડ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ધારકના રોગની સારવાર ઉપલબ્ધ હોય તો હોસ્પિટલ સારવારની ના પાડી શકે નહીં. જો હોસ્પિટલ દર્દીની સારવાર કરવાની ના પાડે તો તેની ફરિયાદ સરકારમાં થઈ શકે છે. સરકાર હોસ્પિટલ સામે કાર્યવાહી કરે છે.

 

ક્યાં ફરિયાદ કરવી

આયુષ્યમાન કાર્ડ દ્વારા લિસ્ટેડ હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરી શકાય છે. જો હોસ્પિટલ મફત સારવાર આપવાની ના પાડી રહી છે, તો પછી તમે ટોલ ફ્રી નંબર અને પોર્ટલ દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છો. 14555 આયુષ્માન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે, જેના પર દેશના કોઈ પણ ખૂણામાં રહેતા નાગરિકો ફરિયાદ કરી શકે છે. અહીં તમે તમારી ફરિયાદ હિન્દી અને અંગ્રેજી ઉપરાંત દેશની અન્ય ભાષાઓમાં પણ નોંધાવી શકો છો.

 

હવામાન વિભાગની આગાહી સાંભળી લોકોમા ફફડાટ, ગુજરાતમાંથી મેધરાજાએ વિદાય લઈ લીધી? જાણો શું છે ચિંતાના સમાચાર

ઈસરો ફૂલ ફોર્મમાં, ચંદ્ર પર ઈતિહાસ સર્જીને હવે સૂર્યની સીમા લાંધશે, તડામાર તૈયારીઓ શરૂ, જાણો મોટી ખુશીના સમાચાર

ગરીબીમાં વીત્યું બાળપણ, પિતા ટ્રક ડ્રાઈવર, છતા ખૂબ ભણાવ્યો, જાણો કોણ છે ચંદ્રયાન-૩માં ખૂબ મહત્વની ભૂમિકા ભજવનાર આ વૈજ્ઞાનિક

 

જુદા જુદા રાજ્યો માટે ટોલ ફ્રી નંબર પણ જારી કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં રહેતા લોકો 180018004444 નંબર પર ફરિયાદ નોંધાવી શકે છે. મધ્ય પ્રદેશના રહેવાસીઓ માટે ટોલ ફ્રી નંબર 18002332085 છે. એ જ રીતે, બિહારમાં રહેતા નાગરિકો 104 અને ઉત્તરાખંડના નાગરિકો 155368 અને 18001805368 પર આયુષ્માન યોજના સાથે સંબંધિત તેમની ફરિયાદો નોંધાવી શકે છે.

 


Share this Article