Political News: રાજનીતિમાં આજની તારીખે પણ એવા ઘણા આકર્ષક ચહેરાઓ છે જે જનતાને આકર્ષે છે. આજે એક એવા જ મહિલા ધારાસભ્ય વિશે તમને વાત કરીશું જેને જોઇને તેઓ MLA નહીં પરંતુ કોઇ ફિલ્મની એક્ટ્રેસ લાગે છે. સાથે જ તેનો ચાહક વર્ગ પણ મોટો છે.
ગત્ત ચૂંટણીમાં બની MLA
તસવીરમાં તમે જે સુંદર યુવતી જોઇ રહ્યા છો તે મિઝોરમ રાજ્યની ગત્ત વિધાનસભા ચૂંટણીમાં MLA બની છે. મિઝોરમ વિધાનસભામાં ચૂંટાઇને આવેલી આ સૌથી નાની ઉંમરની યુવા મહિલા ધારાસભ્યનું નામ બરિલ વન્નીહસાંગીની છે. જોરમ પીપલ્સ મૂવમેન્ટ સાથે જોડાયેલી મહિલા MLA બરિલ સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત છે. તમને બરિલ વન્નીહસાંગીએ આઇઝોલ દક્ષિણ-3 મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જ્યાં તેને જનતાનો પ્રેમ મળ્યો અને તેમણે મિઝૉ નેશનલ ફ્રન્ટના સભ્યને હરાવ્યી 1 હજાર 414 મતથી જીત મેળવી હતી.
એક સમયે હતી TV એન્કર
બરિલ માત્ર 32 વર્ષની છે. એક સમયે તે ટીવી એન્કર પણ હતી અને રેડિયો જૉકી તરીકે પણ કામ કર્યું છે. જો કે, મિઝોરમ વિધાનસભાની ચૂંટણી જીતીને બરિલ વન્નીહસાંગી મિઝોરમના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ તેની સુંદરતાને લઇને ચારેતરફ ચર્ચા થઇ હતી.