આંધ્રપ્રદેશના અનાકાપલ્લેમાં મંગળવારે અરાજકતા સર્જાઈ હતી જ્યારે બિયરની બોટલોથી ભરેલું એક વાહન નિયંત્રણ બહાર જઈને પલટી ગયું હતું. વાહન પલટી જતાં તેમાં ભરેલ બિયરના ડબ્બા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. લોકોને આ વાતની જાણ થતાં જ તેઓ મોટી સંખ્યામાં બોટલો લૂંટવા પહોંચી ગયા હતા. બિયરની બોટલો લૂંટવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો બોટલ લઈને ભાગતા જોવા મળી રહ્યા છે. આમાં ઘણા લોકો હેલ્મેટ પહેરેલા જોવા મળે છે, જેઓ તેમની બાઇક પાર્ક કરીને બિયરની બોટલો પર હાથ સાફ કરવા પહોંચ્યા હતા.
VIDEO | A vehicle carrying 200 cartons of beer overturned in Andhra Pradesh's Anakapalli on Tuesday, following which people rushed to grab the beer bottles. pic.twitter.com/nIYHQCF9U8
— Press Trust of India (@PTI_News) June 6, 2023
મળતી માહિતી મુજબ, અનાકપલ્લેમાં બિયરના 200 ડબ્બા લઈને જતું એક વાહન પલટી ગયું. આ અંગે સ્થાનિક લોકોને જાણ થતાં તેઓ બિયરની બોટલો લેવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. પીટીઆઈ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં લોકો બિયરની બોટલો ઉપાડતા જોવા મળે છે.
આ પણ વાંચો
જોરદાર નવું લાયા, દર્શકો સાથે હનુમાનજી પણ ફિલ્મ જોશે, દરેક થિયેટરમાં એક સીટ અનામત રાખવામાં આવશે
ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવી દેતાં વાહન પલટી ગયું હોવાનું જાણવા મળે છે. સ્થાનિક લોકોએ રસ્તા પર બિઅરની બોટલો પડેલી જોઈ કે તરત જ તેઓ તેને લેવા દોડવા લાગ્યા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે પોલીસ આવે તે પહેલા જ અનેક લોકો બિયરની બોટલો ઉપાડી નાસી ગયા હતા. પોલીસે જણાવ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.