ડાકોરમાં VIP દર્શનને લઈ સૌથી મોટા સમાચાર, આ લોકોને મફતમાં જ દર્શન કરવાં મળશે, બીજાં બધાને ચાર્જ આપવાનો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : ડાકોરમાં (dakor) વીઆઇપી દર્શનને લઇ ભક્તો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ડોકોર ટેમ્પલ (Dokor Temple) કમિટીએ એક મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં વડીલો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, અશક્ત લોકો અને સ્થાનિક ભક્તો માટે સન્મુખ દર્શન નિશુલ્ક કરી દીધા છે. આવા તમામ ભાવિક ભક્તોને ટેમ્પલ કમિટી દ્વારા નિયત કરાયેલ સંખ્યાની મર્યાદામાં રહીને રજીસ્ટ્રેશન કરાવવાથી સન્મુખ દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. ભવિષ્યમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને સન્મુખ દર્શન કરાવવામાં આવશે. હાલ પૂરતું ઓફલાઇન ઓફિસમાં રજીસ્ટ્રેશન કરવી દર્શન કરી શકશે.

મંદિરના મેનેજર તથા સેવક ટ્રસ્ટીને સન્મુખ દર્શન કરાવવા સત્તા આપવામાં આવી છે. વિશિષ્ટ વ્યક્તિઓને સન્મુખ દર્શન કરવાની વ્યવસ્થા પણ મંદિરના મેનેજર તથા સેવક ટ્રસ્ટીના નિર્ણયોને આધીન રહેશે. જ્યારે બાકીના લોકો માટે 500 રૂપિયા અને 250 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જે 4 શ્રેણીમાં છૂટ આપી છે તે સિવાયના પુરુષોને 500 રૂપિયામાં સન્મુખ દર્શનનો લાભ મળશે. તો મહિલાઓને 250 રૂપિયામાં સન્મુખ દર્શનનો લાભ મળશે.

મંદિર ટ્રસ્ટે જાહેરાત કરી છે કે ભક્તોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી આ વ્યવસ્થા હેઠળ જે પણ રકમ એકત્રિત થશે તે ભક્તોની સુવિધા માટે વાપરવામાં આવશે. તો મોટા સમાચાર એ છે કે હવેથી તમામ સિનિયર સિટીજન, તમામ ગર્ભવતી મહિલાઓ, તમામ દિવ્યાંગો તેમજ ડાકોર અને ઠાસરાના તમામ સ્થાનિકોને ભગવાનનાં સન્મુખ દર્શનનો લાભ નિ:શુલ્ક મળશે.
ભાવિક ભક્તોની લાગણીઓને ધ્યાનમાં રાખી સન્મુખ દર્શનની વ્યવસ્થા કરતો નિર્ણય ટ્રસ્ટી મંડળ તથા સેવકોએ ચર્ચા વિચારણા કરીને નિર્ણય કરેલ છે. આ નિર્ણયમાં કેટલીક સ્પષ્ટતા આજ રોજ ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવી છે. સન્મુખ દર્શન માટે નીચે જણાવેલ ભાવિક ભક્તોને નિયત ન્યોછાવરમાંથી મુક્તિ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં (અ) તમામ વરિષ્ઠ નાગરિક (સીનિયર સીટીઝન) (શારીરિક રીતે અનફીટ) (બ) શારીરિક અશક્ત તથા દિવ્યાંગો (ક) ગર્ભવતી માતા-બહેનો (ડ) ડાકોર-ઠાસરા-ઉમરેઠ વિસ્તારના ભાવિક ભક્તો.

Share this Article
TAGGED: ,