ભારતના એક અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ પર ફરી ધાંધલી / ગેરરીતિનો આરોપ મૂકવામાં આવ્યો છે. દેશના ટોચના મ્યુચ્યુઅલ ફંડ હાઉસ એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ટોચના ત્રણ અધિકારીઓ સામે નિયમો વિરૂદ્ધ ફંડ અને રિસર્ચને આધારે કૌભાંડ આર્ચયુ હોવાનો આરોપ મૂકાયો છે અને તેમના પદેથી તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા છે. એક્સિસ ફંડ હાઉસ કુલ ૭ મ્યુ. ફંડ સ્કીમનું સંચાલન કરનાર ત્રણ ફંડ મેનેજર્સ પર સ્ટોકના ફ્રંટ રનિંગનો આક્ષેપ લાગ્યો છે.
આ આક્ષેપો બાદ એક્સિસ મ્યુ. ફંડ પાસે સેબીએ રિપોર્ટ માંગ્યો હતો. સેબીને શંકા જતા ફંડ હાઉસને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ કરાયો છે. અહેવાલ અનુસાર એક્સિસ મ્યુચ્યુઅલ ફંડની ૭ ફંડ્સ સ્કીમનું સંચાલન કરનાર ત્રણ અધિકારીઓ પર આ તપાસનો ગાળિયો કસાતા તેને કામગીરીથી દૂર કરાયા છે. ફંડ હાઉસે હટાવેલા ત્રણ ફંડ મેનેજરોમાં ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ દીપક અગ્રવાલ, ચીફ ટ્રેડર અને ફંડ મેનેજર વિરેશ જાેશી તેમજ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચંદ્રેશ નિગમનો સમાવેશ થાય છે.
દીપક અગ્રવાલ ૩ સ્કીમ, વિરેશ જાેશી ૪ સ્કીમનું સંચાલન કરતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર એક્સિસ ફંડ હાઉસના આ મેનેજરો ફંડ એનાલિસ્ટોએ કરેલી સલાહ-સૂચનના આધારે તેમના મ્યુ. ફંડ રોકાણકારો વતી શેરનું ખરીદ-વેચાણ કરતા પહેલા વ્યક્તિગત ધોરણે આ શેરના ખરીદ-વેચાણ કરતા ઝડપાયા છે. સરળ શબ્દોમાં કહીએ તો આ ફંડ મેનેજરો સામે એનાલિસ્ટોની ટિપ્સ પરથી પહેલાં વ્યક્તિગત ફાયદો ઉઠાવવાનો આરોપ લાગ્યો છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી બજારમાં એવી વાત ચર્ચાઈ રહી હતી કે કોઈક મોટા ફંડ હાઉસમાં ડીલરો દ્વારા નિયમ વિરુદ્ધ કમગીરી કે ગેરરીતિ આચરાઈ રહી હતી. સૂત્રોએ કહ્યું કે વિરેષ જાેશી અને એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ ચંદ્રેશ નિગમ બંનેના બ્લૂમબર્ગ આઈડી ૪ મે મોડી સાંજથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સેબીએ તપાસના ચક્ર શરૂ કરાતા એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તાત્કાલિક સાત ફંડ સ્કીમનું સંચાલન કરનાર ૩ મેનેજરને હટાવી તેમના સ્થાને નવા ફંડ મેનેજરની નિમણુંક કરી છે.
આ સાત સ્કીમમાં એક્સિસ, કન્ઝમ્પ્શન ઇટીએફ, એક્સિસ બેન્કિંગ ઇટીએફ, એક્સિસ નિફ્ટી ઇટીએફ, એક્સિસ આર્બિટ્રેજ ફંડ, એક્સિસ ક્વાન્ટ ફંડ, એક્સિસ ટેક્નોલોજી ઇટીએફ અને એક્સિસ વેલ્યૂ ફંડ સામેલ છે. જાેશી એક્સિસ આર્બિટ્રેજ ફંડ, એક્સિસ બેન્કિંગ ઇટીએફ, એક્સિસ નિફ્ટી ઇટીએફ, એક્સિસ ટેક્નોલોજી ઇટીએફ અને એક્સિસ કન્ઝમ્પશનઇટીએફના ફંડ મેનેજર હતા.
આ સિવાય ઈક્વિટી રિસર્ચ એનાલિસ્ટ અને ફંડ મેનેજર દીપક અગ્રવાલ, એક્સિસ કન્ઝમ્પશન ઇટીએફ, એક્સિસ ક્વોન્ટ ફંડ અને એક્સિસ વેલ્યુ ફંડના ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ અને ફંડ મેનેજર હતા, તેઓ હવે આ સ્કીમનો ભાગ રહેશે નહીં. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ દેશનું સાતમું સૌથી મોટું ફંડ હાઉસ છે, જે રૂ. ૨.૫૯ લાખ કરોડની અસ્કયામતોનંર સંચોલન કરે છે. ચંદ્રેશ નિગમ લગભગ એક દાયકાથી ફંડ હાઉસના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. ફંડ હાઉસે તેની કામગીરી ૨૦૦૯માં પાછી શરૂ કરી હતી.