રક્ષાબંધનના (rakshabandhan) દિવસે સૌ કોઈ રાખડી બાંધીને પોતાની બહેનોની રક્ષા કરવાનું વચન આપી રહ્યા હતા, ત્યારે બીજી તરફ છત્તીસગઢના બિલાસપુરમાં (bilaspur) એક યુવકે પોતાની પિતરાઈ બહેન પર બ્લેડથી હુમલો કર્યો હતો. આ ઘટના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જરાભાટાની મીની બસ્તીમાં બની હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આરોપી યુવકની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતા જરાભાટાની રહેવાસી પ્રિયા યાદવ હાલ ડીપી કોલેજમાં બીએ ફર્સ્ટ યરનો અભ્યાસ કરી રહી છે. તે ઘરના ખર્ચને પહોંચી વળવા માટે રાજીવ પ્લાઝામાં એક મોબાઇલ શોપમાં પણ કામ કરે છે. તેણે પોતાના નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું કે, તેના નાના ભાઈ સિદ્ધાર્થ યાદવનો જન્મદિવસ છે. જેથી એક નાનકડી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં તેનો પિતરાઈ ભાઈ શ્યામ યાદવ પણ સામેલ થયો હતો.
પાર્ટી દરમિયાન આરોપી શ્યામ યાદવે તેની પાસે દારૂ પીવા માટે પૈસાની માંગણી કરી અને ના પાડતા તેની સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. જ્યારે તેણે પ્રતિકાર કર્યો તો આરોપીએ તેના ભાઈ સિદ્ધાર્થનો કોલર પકડી લીધો અને બ્લેડથી તેના ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા. આ કારણે સિદ્ધાર્થને લોહી નીકળ્યું હતું. પીડિતાએ જણાવ્યું કે, જ્યારે તેણે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ તેના પર પણ હુમલો કર્યો હતો.
આ ઘટના બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અહીં પરિવારની સૂચનાથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આ કેસમાં સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. સ્ટેશન હાઉસ ઓફિસર પ્રદીપ આર્યએ જણાવ્યું હતું કે આ કેસમાં ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.