Politics News: ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસૈનને મુંબઈમાં હાર્ટ એટેક આવ્યો છે. તેમને સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ શાહનવાઝ હુસૈનને છાતીમાં દુખાવો ઉપડતાં આજે સાંજે 4.30 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
શું રાહુલ ગાંધી રામ મંદિરના દર્શન કરવા અયોધ્યા જશે? રામલલાના મુખ્ય પૂજારીએ શું કહ્યું? રાજકીય ગલીઓમાં ચર્ચા
LPG સસ્તું કર્યા બાદ મોદી સરકાર આપશે વધુ એક મોટી ભેટ, મધ્યમ વર્ગ કુદકા મારીને ડાન્સ કરશે
દિલ્હી-NCRમાં 1 ઓક્ટોબરથી ડીઝલ જનરેટર પર પ્રતિબંધ મુકાશે, જાણો સરકારનો નવો પ્રયાસ કેટલો ખરો ઉતરશે!
ECG તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હાલ તેમની હાલત સારી હોવાનું કહેવાય છે. હાલ તેઓ ICUમાં દાખલ છે. ન્યૂઝ એજન્સી ANIએ હોસ્પિટલના જલીલ પાર્ક સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે શાહનવાઝ હુસૈનને હાર્ટ એટેક બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.