બજેટને લઈને ચર્ચા દરમિયાન ગૃહ મંત્રાલયે સંસદને જણાવ્યું કે ત્રણ વર્ષમાં આશરે ૧૦ હજાર લોકોએ બેરોજગારીને કારણે આત્મહત્યા કરી છે. કેન્દ્રના આ જવાબ પર વિપક્ષી દળોએ સરકારને ઘેરી હતી. આ દરમિયાન ભાજપ સાંસદ જે અલ્ફોંસે કહ્યુ કે અંબાણી અને અદાણીની પૂજા કરવી જાેઈએ કારણ કે તે લોકોને નોકરી આપી રહ્યાં છે. સંસદમાં ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ જે અલ્ફોંસે કહ્યુ કે, તમે મારા પર મૂડીવાદીઓનું મુખપત્ર હોવાનો આરોપ લગાવી શકો છો. જે લોકોએ આ દેશમાં નોકરીઓ પેદા કરી છે, હું તે લોકોના નામ લઉ છું કારણ કે તમે પણ તે લોકોના નામ લીધા છે.
ભલે તે રિલાયન્સ હોય, અંબાણી હોય, અદાણી હોય કે કોઈ અન્ય, તેની પૂજા થવી જાેઈએ. કારણ કે તે લોક રોજગારના અવસર પેદા કરે છે. પૈસા રોકાણ કરનાર લોકો, ભલે તે અંબાણી હોય કે અદાણી, આ દેશમાં પૈસા બનાવનાર દરેક ઉદ્યોગપતિ રોજગાર પેદા કરે છે. તેણે નોકરીઓની તક ઉભી કરી છે. તેથી તેનું સન્માન કરવાની જરૂર છે. ગુરૂવારે સંસદમાં બજેટ પર ચર્ચા દરમિયાન એક સમય એવો આવી ગયો જ્યારે સાંસદ બીજા પર સ્થાનીક કે પ્રાદેશિક ભાષામાં એક-બીજાને ઘેરવાનો પ્રયાસ કરવા લાગ્યા.
ચર્ચા દરમિયાન છત્તીસગઢથી કોંગ્રેસ સાંસદ છાયા વર્માએ સામાન્ય બજેટ ૨૦૨૨-૨૩ માં ગરીબોના હિત માટે કોઈ જાહેરાત ન થવાનો દાવો કરતા સરકારને સવાલ કર્યો કે બજેટમાં કા બા? ગરીબન ખાતિર કા બા? તેના પર ઝારખંડથી ભાજપના સાંસદ મહેશ પોદ્દારે પણ જવાબ તે અંદાજમાં આપ્યો હતો. મહેશ પોદ્દારે કહ્યુ કે, અમે બોલીશું કે ભૈયા બજટવા મેં બહુત કુછ બા.
હવે સાંભળો. ૭૫થી ૧૦૦ સાલ કે રાસ્તા બા. રોજગાર કા જુગાડ બા. ગરીબન કે ખાતિર ઘર બા. નલ સે જલ બા. નયકા ટ્રેન બા, બડકા-બડકા સડક બા, ગંવ મેં સડક બા, ગંગા કે કેમિકલ સે મુક્તિ બા, ભારત મેં બનત દેસી જહાજ બા, કોરોના તે ઉપાય બા, ભારત કે મહાશક્તિ બનાવે કે ઉપાય બા. ક્રિપ્ટો પર ટેક્સ બા. પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાન બા, ૫ય્ આવત બા. પોસ્ટ ઓફિસમાં એટીએમ બા, પૂર્વાંચલ કે વિકાસ બા.