Assembly Election Result 2023: રાજસ્થાનમાં પાંચ વર્ષ બાદ ફરી ભાજપનું શાસન, કાર્યકરોમાં ઉજવણીનો માહોલ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Politics News: રાજસ્થાનની 199 વિધાનસભા બેઠકો પર મતદાન બાદ રવિવારે 3જી ડિસેમ્બરે મતોની ગણતરી કરવામાં આવી હતી અને સાંજ સુધીમાં ચૂંટણી પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ભાજપ રાજ્યમાં બહુમતી મેળવવામાં સફળ રહ્યું છે. રાજ્યમાં ભાજપના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છે. કાર્યકર્તાઓ પાર્ટી ઓફિસની બહાર ઢોલના તાલે નાચતા જોવા મળે છે.

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વસુંધરા રાજેએ કહ્યું, “રાજસ્થાન માટે આ એક શાનદાર જીત છે. આ વડાપ્રધાન મોદીની જીત છે, જેનો મંત્ર હતો – સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ. આ જીત છે. તેમણે આપેલી ગેરંટીનો.. આ જીત છે, આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રણનીતિની જીત છે અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના કાર્યદક્ષ નેતૃત્વની જીત છે…આ જીત જનતાની છે. જેણે કોંગ્રેસને નકારી કાઢી અને ભાજપનો સ્વીકાર કર્યો.

ભાજપ, કોંગ્રેસ, રાજનેતા, અભિનેતા, ક્રિકેટર…. બધા જ ખુશખુશાલ, 41 મજૂરોનો જીવ બચ્યા બાદ સૌએ રાજીપો વ્યક્ત કર્યો!

મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??

12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે

તમને જણાવી દઈએ કે રાજસ્થાનની 199 વિધાનસભા સીટો પર કુલ 1862 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. પહેલા તમામ કેન્દ્રો પર બેલેટ પેપર (પોસ્ટલ બેલેટ)ની ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ 8.30 વાગ્યાથી ઈવીએમ દ્વારા પડેલા મતોની ગણતરી શરૂ થઈ હતી.


Share this Article