India News: મહારાષ્ટ્રના નાગપુરના બજારગાંવમાં થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ નાગપુરની સોલર એક્સપ્લોઝિવ કંપનીમાં થયો હતો. કાસ્ટ બૂસ્ટ પ્લાન્ટમાં પેકિંગ કરતી વખતે આ વિસ્ફોટ થયો હતો.
🚨 A significant explosion has been reported at Solar Industries in Nagpur, with initial findings suggesting nine casualties at the explosives manufacturing factory. The incident occurred at 9 am in the cast booster unit located in the Bazaargaon area.#SolarIndustries #Nagpur pic.twitter.com/eONqUDX8f9
— QuickUpdate (@BigBreakingWire) December 17, 2023
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે કંપનીમાં 12 લોકો હાજર હતા. આ વિસ્ફોટથી કંપનીમાં હાજર તમામ કર્મચારીઓ ફફડી ગયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. આ પછી કંપનીની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને રાહત કાર્ય શરૂ થઈ ગયું.