business news: Blinkit એક ઈ-કોમર્સ પ્લેટફોર્મ જે કરિયાણા અને ઘરની વસ્તુઓ અને ખાદ્યપદાર્થોની ઝડપી ડિલિવરી પ્રદાન કરે છે, iPhone 15 અને iPhone 15 Plus માટેનો ઓર્ડર પ્રાપ્ત કર્યાની 10 મિનિટની અંદર ગ્રાહકને પહોંચાડશે. કંપનીએ કહ્યું કે આ સુવિધા નેશનલ કેપિટલ રિજન (NCR) દિલ્હી, મુંબઈ, પુણે અને બેંગલુરુમાં આપવામાં આવશે. બ્લિંકિટે આ માટે Apple પ્રીમિયમ રિસેલર યુનિકોર્ન સાથે ભાગીદારી કરી છે.
Done
https://t.co/X80bK6CQKo pic.twitter.com/f6pgKlplD3
— Blinkit (@letsblinkit) September 22, 2023
Blinkit ઓર્ડર મળ્યાની 10 મિનિટની અંદર નવા iPhoneની ડિલિવરી કરશે
બ્લિંકિટના કો-ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અલબિંદર ધીંડસાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે યુનિકોર્ન એપીઆર સાથે માત્ર મિનિટોમાં iPhone 15 ડિલિવર કરવા માટે પાર્ટનરશિપ કરવા માટે રોમાંચિત છીએ. અમને વિશ્વાસ છે કે આ અમારા ગ્રાહકોને ખૂબ મૂલ્ય પ્રદાન કરશે.
Blinkit CEO Albinder Dhindsaએ અનેક પોસ્ટ કરી
અલબિંદર ધીંડસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે Blinkit 10 મિનિટની અંદર ગ્રાહકોને iPhone પહોંચાડી શકે છે. તેણે કહ્યું, “Apple iPhone 15 અને iPhone 15 Plus હવે Blinkit પ્લેટફોર્મ પર દિલ્હી-NCR, મુંબઈ, પુણે અને બેંગલુરુમાં ઉપલબ્ધ છે.
ભારતમાં આજથી જ iPhone 15ના નવા મોડલનું વેચાણ
Appleએ શુક્રવારથી Apple iPhoneના આ નવા મોડલનું વેચાણ શરૂ કર્યું છે. તેમની કિંમત 79,900 રૂપિયાથી 1,99,900 રૂપિયા સુધીની છે. Blinkit એ Apple iPhone 14 અને iPhone 14 Pro માટે ગયા વર્ષે Unicorn APR સાથે પણ ભાગીદારી કરી હતી. Apple એ iPhone 15 શ્રેણી હેઠળ 4 મોડલ લોન્ચ કર્યા છે જેમાં iPhone 15, 15 plus, 15 Pro અને 15 Pro Maxનો સમાવેશ થાય છે.
જાણો iPhone 15ની કિંમત
– 128GB: રૂ 79,900
– 256GB: રૂ 89,900
– 512GB: રૂ 1,09,900
બજારમાં માત્ર ટામેટાં જ ટામેટાં થઈ ગયા, ખેડૂતો રસ્તા પર ફેંકવા મજબૂર, ભાવ આકાશથી સીધા ખીણમાં
ભારત માટે બેવડો ખતરો વધ્યો! પાકિસ્તાને પણ ખાલિસ્તાનીઓને સમર્થન આપ્યું, સાથે મળીને કંઈક નવા જૂની કરશે
આ સુંદરી કોઈ અભિનેત્રી કે મોડેલ નથી પણ એક IAS ઓફિસર છે, છાતી ચીરનારો સંઘર્ષ કરીને પહોંચી આ મૂકામ પર
જાણો iPhone 15 Plusની કિંમત
– 128GB: રૂ 89,900
– 256GB: રૂ. 99,900
– 512GB: રૂ 1,19,900