India News : બાલાસોરમાં થયેલા દર્દનાક અકસ્માત પર સીબીઆઈએ કડક કાર્યવાહી કરી છે. સીબીઆઈએ ટ્રેન અકસ્માતના ત્રણ આરોપીઓ અરુણ મહંતો, મોહમ્મદ અમીર ખાન અને પપ્પુ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ ભુવનેશ્વર કોર્ટમાં IPC 304 ભાગ 2, 34 r/w 201 IPC અને 153 રેલવે એક્ટ હેઠળ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં 7 જુલાઈના રોજ સીબીઆઈએ ત્રણ રેલવે કર્મચારીઓ અરુણ કુમાર મહંતો, મોહમ્મદ અમીર ખાન અને પપ્પુ ટેકનિશિયનની ધરપકડ કરી હતી.
હકીકતમાં, ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં સીબીઆઈએ ધરપકડ કરાયેલા ત્રણ રેલવે અધિકારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ અધિકારીઓના નામ અરુણ કુમાર મહંતો, મોહમ્મદ અમીર ખાન અને પપ્પુ ટેક્નિશિયન છે. તેના પર હત્યા અને પુરાવાનો નાશ કરવાનો આરોપ હતો. નોંધનીય છે કે 7 જુલાઈના રોજ સીબીઆઈએ આ ત્રણની ધરપકડ કરી હતી.આ મામલામાં સીબીઆઈ ઉપરાંત રેલ્વે બોર્ડ વતી કમિશનર ઓફ રેલ્વે સેફ્ટી (સીઆરએસ)એ પણ તપાસ કરી છે. 3 જુલાઈના રોજ, CRSએ બોર્ડને 40 પાનાનો અહેવાલ સુપરત કર્યો હતો.
તેના અનુસાર, લેવલ-ક્રોસિંગ લોકેશન બોક્સની અંદર વાયરના ખોટા લેબલિંગને કારણે ઓટોમેટેડ સિગ્નલિંગ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. જે અકસ્માતનું કારણ બન્યું હતું. ક્રોસિંગ લોકેશન બોક્સમાં વાયરનું ખોટું લેબલીંગ વર્ષોથી શોધાયેલ નથી.તમને જણાવી દઈએ કે 2 જૂનની સાંજે ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ મેઈન લાઈનના બદલે લૂપ લાઈનમાં ઘુસી ગઈ હતી, જ્યાં ગુડ્સ ટ્રેન ઊભી હતી. માલગાડી સાથે ટ્રેન અથડાઈ હતી. કોરોમંડલ અને માલગાડીના કેટલાક ડબ્બા બાજુના ટ્રેક પર વિખરાયેલા હતા. આના થોડા સમય બાદ હાવડા-બેંગલુરુ એક્સપ્રેસ પાટા પર વિખરાયેલા કોચ સાથે અથડાઈ હતી. સત્તાવાર આંકડાઓ અનુસાર આ અકસ્માતમાં 295 લોકોના મોત થયા હતા.