Chandrayaan-3 : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) મિશન ચંદ્રયાન-3માં તેના આગામી માઈલસ્ટોનને પાર કરી ચૂક્યું છે. આજનો દિવસ ISRO (Indian Space Research Organization) માટે ઘણો મહત્વનો દિવસ છે. કારણ કે શનિવારે ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશી ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 4 ઓગસ્ટે ચંદ્રયાન-3 (Chandrayaan-3) દ્વારા બે તૃતીયાંશ અંતર કાપવામાં આવ્યું હતું. આ મિશન ISTRC બેંગલુરુ તરફથી ચલાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટે ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ચંદ્રની કક્ષામાં મૂકવામાં આવ્યું હતું. હવે ચંદ્રયાનનું આગામી પરીક્ષણ 6 ઓગસ્ટ એટલે કે આવતીકાલે થશે, જે ભારતીય સમય અનુસાર સવારે 11 વાગ્યા માટે નક્કી કરવામાં આવ્યું છે.
Chandrayaan-3 Mission:
“MOX, ISTRAC, this is Chandrayaan-3. I am feeling lunar gravity 🌖”
🙂
Chandrayaan-3 has been successfully inserted into the lunar orbit.
A retro-burning at the Perilune was commanded from the Mission Operations Complex (MOX), ISTRAC, Bengaluru.
The next… pic.twitter.com/6T5acwiEGb
— ISRO (@isro) August 5, 2023
ઈસરોએ માહિતી આપી હતી
ઈસરોએ શુક્રવારે માહિતી આપી હતી કે ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈએ લોન્ચ થયા બાદથી 4 ઓગસ્ટે ચંદ્રના લગભગ બે તૃતીયાંશ અંતરને કવર કરી ચૂક્યું છે. ચંદ્રયાન-3ના પ્રક્ષેપણથી, તેને ભ્રમણકક્ષામાં લાવવાની પ્રક્રિયા પાંચ વખત સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. 1 ઓગસ્ટના રોજ, અવકાશયાનને પૃથ્વીની ભ્રમણકક્ષાથી ચંદ્ર તરફ ઉપાડવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને ચંદ્રયાનને ‘ટ્રાન્સલુનર ઓર્બિટ’ (Translunar Orbit)માં મૂકવામાં આવ્યું.
‘સોફ્ટ લેન્ડિંગ’ 23 ઓગસ્ટે થશે
ઈસરોએ 5 ઓગસ્ટે માહિતી આપી હતી કે અવકાશયાનને ચંદ્રની ભ્રમણકક્ષા (Moon’s Orbit)માં મૂકવામાં આવ્યું છે. એજન્સીએ જણાવ્યું કે આ પ્રયાસ ત્યારે કરવામાં આવ્યો જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રની સૌથી નજીક હતું. ઈસરોના જણાવ્યા અનુસાર, 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.