સોશિયલ મીડિયા પર એક પિતા અને ફિનટેકની કો-ફાઉન્ડર દિકરીના લગ્નની વાતને લગતી ચેટ વાઇરલ થઇ રહી છે. ટવીટર પર આ પોસ્ટ પર ૧૨,૦૦૦થી વધુ લાઇક્સ મળ્યા છે અને સોમવાર સુધી ૯૨૧ વખત રિટ્વીટ કરવામાં આવી છે. આ વાતના સ્ક્રિન શોટ પણ ઉદિતાએ પોસ્ટ કર્યા છે. ઉદિતા પાલ બેગ્લોરની ફિનટેક કંપની સોલ્ટની કો-ફાઉન્ડરના પિતાએ થોડાં સમય પહેલાં જ તેના લગ્ન માટે એક યુવકની પસંદગી કરી હતી.
હવે દિકરીએ જે કર્યું તે જાેઇને દિકરી અને પિતાની વાતચીત વાઇરલ થઇ ગઇ. ઉદિતાએ તેની અને પિતા વચ્ચે થયેલી વાતચીતના સ્ક્રિન શોટ્સ ટ્વીટર પર શૅર કર્યા છે. ઉદિતાના પિતાએ તેના માટે મેટ્રીમોનિયલ વેબસાઇટ પર પ્રોફાઇલ બનાવ્યો હતો, તેઓએ એક પ્રોફાઇલ ઉદિતાને બતાવીને યુવક સાથે વાતચીત આગળ વધારવાનું કહ્યું. હવે તેના પિતાએ કહ્યું તેનાથી તદ્દન વિરૂદ્ધ ઉદિતાએ તે યુવકને નોકરી ઓફર કરી દીધી.
ઉદિતાએ યુવક સાથે પારંપરિક ઢબે વાતચીત કરવાના બદલે સંભવિત યુવકને પોતાની કંપનીમાં નોકરી આપવા ઇચ્છે છે તેવું કહ્યું. તેણે આ યુવકને પોતાની પ્રોફાઇલ મોકલવાનું કહ્યું અને ઇન્ટરવ્યુ માટે લિંક પણ મોકલી. ઉદિતાએ આ યુવક સાથે વાતચીત બાદ તેના પિતાના મેસેજને સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર પર શૅર કરી હતી. આ પોસ્ટ એટલી હદે વાઇરલ થઇ છે કે અત્યાર સુધી તેને ૯૨૧ વખત રિટ્વીટ કરવામાં આવી છે.
ઉદિતાના પિતાઃ શું આપણે વાત કરી શકીએ? અર્જન્ટ છે. તને ખબર છે કે, તે શું કર્યુ છે. આપણે લોકોને મેટ્રીમોનિયલ સાઇટથી હાયર ના કરી શકીએ. હવે તેના પિતાને હું શું જવાબ આપું. મેં તારો મેસેજ જાેયો, તે પેલા યુવકને ઇન્ટરવ્યુ લિંક અને રિઝ્યૂમ મોકલવાનું કહ્યું છે. રિપ્લાય યૂ ક્રેઝી ગર્લ.
ઉદિતાનો જવાબઃ ફિટનેકનો ૭ વર્ષનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. અમે હાયરિંગ કરી રહ્યા છીએ. મને માફ કરો.