Viral Video: તમિલનાડુના ચેન્નાઈમાં એક એપાર્ટમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો અનુસાર, એક બાળક બીજા માળેથી નીચે પડવાનો હતો, પરંતુ પછી એક ‘ચમત્કાર’ થયો અને તેનો જીવ બચી ગયો. જેણે પણ આ વિડિયો જોયો તે થોડીવાર માટે વિચારતા જ રહી ગયાં.
બાળક બાલ્કનીમાંથી પ્લાસ્ટિકની શીટ સુધી પહોંચ્યું. ધીમે ધીમે તે નીચે પડવા લાગ્યો. આજુબાજુના લોકોએ જ્યારે આ જોયું તો તેઓ તેનો જીવ બચાવવા નીચે ભેગા થવા લાગ્યા. એક ચાદર પણ નીચે લાવવામાં આવી હતી જેથી બાળક પડી જાય તો તેને બચાવી શકાય. જોકે આ દરમિયાન પહેલા માળેથી કેટલાક લોકોએ બાળકને સુરક્ષિત બચાવી લીધો હતો.
લગભગ ત્રણ મિનિટનો આ વીડિયો એપાર્ટમેન્ટની સામેના ટાવર પરથી બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં એક નાનું બાળક પ્લાસ્ટિકની શીટ પર ધીમે ધીમે નીચે આવતું જોવા મળે છે. પહેલા લોકો જમીન પર નાની બેડશીટ લાવે છે, પરંતુ થોડા સમય પછી મોટી બેડશીટ લઈ આવે છે. આ દરમિયાન પહેલા માળે રહેતા લોકો પણ સતર્ક થઈ જાય છે અને એક વ્યક્તિ બારીમાંથી બહાર આવે છે.
A child accidentally fell from a balcony, got stuck in a shed, and was rescued by people after a few minutes of struggling at Choolaimedu area in #Chennai
pic.twitter.com/u467mXoXrp
— 𝗴𝘀𝗰ʜᴀɴᴅʀᴇꜱʜ | சந்திரேஷ் (@gschandresh) April 28, 2024
આ પછી, બીજી વ્યક્તિ બહાર આવે છે, બીજી બાજુ, બાળક ધીમે ધીમે નીચે ફરતું રહે છે. આ પછી બારીમાંથી બહાર આવેલા એક વ્યક્તિએ બાળક નીચે પડે તે પહેલાં જ તેના હાથ વડે તેને સુરક્ષિત રીતે બચાવી લીધો. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ રહ્યો છે.
પત્નીની સંપત્તિ પર પતિનો કોઈ જ અધિકાર નથી… ‘સ્ત્રીધન’ પર સુપ્રીમ કોર્ટની 5 વાતો તમારે જાણવી જોઈએ
WhatsApp એ કહ્યું ‘ તો અમે ભારત છોડીને ચાલ્યા જઈશું’, સરકારી નિયમોમાં કહેવામાં આવ્યું છે આવું-આવું!
બધા સવાલોનું સુરસુરિયું: EVM દ્વારા જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી દીધી
જ્યાં સુધી બાળક પ્લાસ્ટિકની શીટ પર રહ્યું ત્યાં સુધી આસપાસ રહેતા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયાં. પાછળથી, લોકો તેના બચી જવાથી ખૂબ ખુશ દેખાતા હતા. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક યુઝરે એસકે નામના યુઝરે કહ્યું કે હું આ જોઈ શકતો નથી, મને હાર્ટ એટેક આવી જશે. બચાવનારનો આભાર.” સાથે જ એક વ્યક્તિએ એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો કે જ્યારે બાળક અહીં જઈ રહ્યું હતું ત્યારે માતા-પિતા શું કરી રહ્યા હતા?