India News: ઘણી વસ્તુઓ આપણે નાની લાગતી હોય પણ એટલી નાની હોતી નથી. ક્યારેક એ વાત એટલી ગંભીર રૂપ ધારણ કરે કે આપણી પાસે પછી માત્ર અફસોસ જ વધે છે. હાલમાં એક એવી જ ઘટના સામે આવી છે. અમરોહાના ગજરૌલામાં બલૂન ફુલાવતી વખતે ચોથા ધોરણનો વિદ્યાર્થી બેહોશ થઈ ગયો. થોડી વારમાં જ તેનું મૃત્યુ થયું. પરિવાર તેને સીએચસીમાં લઈ આવ્યો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ કાર્યવાહી કર્યા વિના પરિવારજનો મૃતદેહ ઘરે લઈ ગયા હતા.
મામલો યુપીના ખાખખેડા ગામનો છે. અહીં રહેતો પપ્પુ ઘરોમાં પેઇન્ટિંગનું કામ કરે છે. તેમનું કહેવું છે કે દીકરો બોબી (12) ગુરુવારે બપોરે 2.30 વાગ્યે પોતાના ઘરે ફુગ્ગા ફુલાવતો હતો. આ દરમિયાન તે બેભાન થઈ ગયો. તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું.
પુત્રની હાલત વધુ બગડતાં પરિવાર ગભરાઈ ગયો હતો. તરત જ તેને ખાનગી ડોક્ટર પાસે લઈ ગયા. અહીં તેણે સ્થિતિ ખતરનાક હોવાનું જણાવ્યું અને વિદ્યાર્થીને બહાર લઈ જવાની સલાહ આપી. પરિવાર પુત્રને સીએચસીમાં લઈ આવ્યો. અહીં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ
હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો
પરિવારજનો કોઈ કાર્યવાહી કર્યા વગર લાશ ઘરે લઈ ગયા હતા. CHCના ઈન્ચાર્જ ડૉ. યોગેન્દ્ર સિંહનું કહેવું છે કે જ્યારે બાળકને અહીં લાવવામાં આવ્યો ત્યારે તે મરી ગયો હતો. લગભગ બે કલાક પહેલા તેનું મૃત્યુ થયું હતું. તેનું મૃત્યુ કેવી રીતે થયું તે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણી શકાયું હોત, પરંતુ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું ન હતું.