પંજાબમાં મતગણતરી ચાલી રહી છે અને હવે સ્થિતિ સંપૂર્ણ સ્પષ્ટ છે. આમ આદમી પાર્ટી પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. કોંગ્રેસ પાર્ટીના અગ્રણી ચહેરા નવજોત સિંહ સિદ્ધુ ચૂંટણી હારી ગયા છે. સિદ્ધુ અમૃતસર પૂર્વથી ચૂંટણી લડ્યા હતા. પંજાબમાં કોંગ્રેસ અને ખુદની કારમી હાર બાદ નવજોત સિદ્ધુની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે કહ્યું કે “લોકોનો અવાજ એ ભગવાનનો અવાજ છે… પંજાબના લોકોના આદેશને નમ્રતાથી સ્વીકાર… આમ આદમી પાર્ટી અભિનંદન!!!”
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બંને સીટો પરથી હારી ગયા છે. ફિલ્મ અભિનેતા સોનુ સૂદની બહેન અને કોંગ્રેસના ઉમેદવાર માલવિકા સૂદ પાછળ ચાલી રહ્યાં છે. કેપ્ટન અમરિન્દર સિંહ પટિયાલા સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. મહત્વની વાત એ છે કે, ચૂંટણી પંચે કહ્યું કે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે મતોની ગણતરી પણ દરેક જિલ્લામાં સવારે 8 વાગ્યે શરૂ થઈ ગઈ છે.
પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ ઈવીએમની ગણતરી શરૂ થશે. નોંધપાત્ર વાત એ છે કે પંજાબ વિધાનસભામાં કુલ 117 બેઠકો માટે મતદાન થયું હતું અને અહીં સરકાર બનાવવા માટે 59 બેઠકોની જરૂર પડશે. પંજાબમાં આ વખતે બહુકોણીય હરીફાઈ હતી. જો કે એક્ઝિટ પોલ આમ આદમી પાર્ટીની સરકાર બનવાની આગાહી કરી રહ્યા છે.
બીજી તરફ કોંગ્રેસ છોડીને અલગ પાર્ટી બનાવનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની નવી પાર્ટી શિરોમણી અકાલી દળ પણ જીતનો દાવો કરી રહી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કા બાદ એક્ઝિટ પોલના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા છે. ઈન્ડિયા ટુડે અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર પંજાબમાં આમ આદમી પાર્ટીની રચનાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
મોટાભાગના એક્ઝિટ પોલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની આગાહી કરવામાં આવી હતી. બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ એક્ઝિટ પોલના પરિણામોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે 10મી સુધી ચૂંટણીના પરિણામોની રાહ જોવી જોઈએ.