ચૂંટણી પહેલા સરકારની સૌથી મોટી જાહેરાત, માત્ર ૪૫૦ રૂપિયામાં જ ગેસ સિલિન્ડર, લોકો ખુશીમાં નાચવા લાગ્યાં

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (shivraj singh chauha) ખરગોનમાં (Khargon) જન આશીર્વાદ યાત્રા દરમિયાન મોટી જાહેરાત કરતા કહ્યું કે હવે ઉજ્જવલા યોજનાવાળા જ નહીં પરંતુ બિન-ઉજ્જવલા યોજનાવાળા લોકોને પણ 450 રૂપિયામાં હંમેશા ઘરેલુ ગેસ સિલિન્ડર (gas cylinder) મળશે. આ માટે તેઓ લિસ્ટ તૈયાર કરી રહ્યા છે.

 

વાસ્તવમાં ભાજપની જન આશીર્વાદ યાત્રા શનિવારે જિલ્લાના બરવાહ વિધાનસભા ક્ષેત્રના સનાવડ પહોંચી હતી. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. અહીં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી સીએમ શિવરાજ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, ખરગોનના સાંસદ ગજેન્દ્રસિંહ પટેલ, ખંડવાના સાંસદ જ્ઞાનેશ્વર પાટિલ, બરવાહના ધારાસભ્ય સચિન બિરલા અને અન્ય ઘણા નેતાઓએ પણ રથ પર સવાર થઈને રોડ શો કર્યો હતો.

 

 

‘બહેનોનું જીવન બદલવાનો દિવસ’

આ દરમિયાન દરેક જગ્યાએ સીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ રોડ શો દરમિયાન રસ્તાની બંને બાજુ ઉભેલા લોકોનું અભિવાદન પણ કર્યું હતું. લગભગ એક કલાક સુધી ચાલેલા રોડ શો બાદ સીએમનો રથ કૃષિ ઉત્પન્ન બજાર સંકુલ સુધી પહોંચ્યો હતો. આ પછી સીએમે સભાને સંબોધી હતી. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે સામાન્ય લોકોને માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત લાડલી બહેનોને જણાવ્યું હતું કે, આવતીકાલ તા.૧૦મી બહેનોના જીવનમાં પરિવર્તન લાવવાનો દિવસ છે.

 

‘દરેક સ્કૂલના ત્રણ બાળકોને મળશે સ્કૂટી’

મુખ્યમંત્રીએ કહ્યું કે કેબિનેટે નિર્ણય લીધો છે કે મુખ્યમંત્રી આવાસ યોજના, પીએમ આવાસ યોજનાથી વંચિત લોકોને લાભ આપવામાં આવશે. તેમજ 60 ટકા માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ અને યુવતીઓને લેપટોપ આપવામાં આવશે. દરેક સ્કૂલના ત્રણ બાળકોને સ્કૂટી પણ આપવામાં આવશે.

 

સરકારની સૌથી મોટી જાહેરાત, ગુજરાતના 55 લાખ ખેડૂતો માટે મોટી સહાય કરી, જાણીને દરેક ઘરમાં ખુશીનો માહોલ

અમદાવાદની ચોંકાવનારી ઘટના, હવસખોર ટ્યુશન ટીચર ધોરણ 12ની દિકરી સાથે… CCTV ચેક કરતા માતા પિતા ફફડી ગયા!

હવામાન વિભાગની નવી આગાહી, ગુજરાતમાં ૬ દિવસ મેઘરાજા મહેરબાન, જાણો ક્યાં જિલ્લામાં કેવી ધબધબાટી બોલાવી દેશે

 

પૂર્વ સીએમ કમલનાથ પર પ્રહાર કરતા શિવરાજ સિંહે કહ્યું કે ગરીબ બહેનો સાથે જોડાયેલી તે તમામ યોજનાઓ જે કમલનાથ સરકારે છીનવી લીધી હતી તે પણ શરૂ કરી દેવામાં આવી છે. તીર્થયાત્રા બંધ થઈ ગઈ હતી. હવે અમે હવાઈ મુસાફરી કરી રહ્યા છીએ.

 

 


Share this Article