વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને કરી તિરંગો લગાવવાની અપીલ, આઝાદીના 75 વર્ષની ઐતિહાસિક પળોને યાદ કરતા હર ઘર તિંરગા અભિયાનની શરૂઆત

Lok Patrika
By Lok Patrika
Share this Article

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે મંથલી રેડિયો કાર્યક્રમ મન કી બાત ના ૯૧મી એપિસોડને સંબોધિત કર્યો હતો. તેની શરૂઆત તેમણે આગામી સ્વતંત્રતા દિવસને લઇને અત્યાર સુધી થયેલી તૈયારીઓની જાણકારી આપતાં કરી. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે તે અપીલ કરે છે ૧૩ ઓગસ્ટને લઇને ૧૫ ઓગસ્ટ સુધી દેશભરના લોકો હર ઘર તિરંગા અભિયાનનો ભાગ બને. પીએમ મોદીએ કહ્યું આ વખતે મન કી બાત ખૂબ જ ખાસ છે. તેનું કારણ છે કે આ વખતે સ્વતંત્રતા દિવસ, જ્યારે ભારત પોતાની આઝાદીને ૭૫ વર્ષ પુરા કરશે.

ત્યારે આપણે બધા આ અદભૂત અને ઐતિહાસિક પળના સાક્ષી બનવા જઇ રહ્યા છીએ. ૩૧ જુલાઇ એટલે કે આજના દિવસે, આપણે તમામ દેશવાસી, શહીદ ઉધમ સિંહજી શહાદતને નમન કરીએ છીએ. હું એવા અન્ય તમામ મહાન ક્રાંતિકારીઓને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છું જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું.’ પીએમ મોદીએ આગળ કહ્યું કે ‘મને તે જાેઇને ખુશી થાય છે કે આઝાદીના અમૃત મહોત્સવ એક જન આંદોલનના રૂપમાં લઇ રહ્યો છું. તમામ ક્ષેત્રો અને સમાજના દરેક વર્ગના લોકો તેની સાથે જાેડાયેલા અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરતાં કહ્યું કે આ વખતે સ્વતંત્રતા દિવસ એકદમ ખાસ છે. તેમણે આજની તારીખ એટલે ૩૧ જુલાઇનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘આજથી ઠી ૭૮ વર્ષ પહેલાં ૧૯૪૦ માં અંગ્રેજાેએ ભારતના એક વીર સપૂતને ફાંસી આપવામાં આવી હતી. દેશના તે પુત્રનું નામ હતું, શહીદ ઉધમ સિંહ. જેમણે ૧૩ એપ્રિલ ૧૯૧૯ ના રોજ જલિયાવાલા બાગ નરસંહારના ગુનેગારને માર્યા હતા. હવે આપણા આગામી ૨૫ વર્ષના આ અમૃતકાળ દરેક દેશવાસી માટે એક કર્તવ્યકાળની માફક છે. દેશને આઝાદ કરવા, આપણા વીર સેનાની, આપણને આ જવાબદારી આપીને ગયા છે. તેને સંપૂર્ણપણે નિભાવવાની છે.

પીએમ મોદીએ કહ્યું કે ‘દેશની આઝાદીમાં ભારતીય રેલવેનું મહત્વપૂર્ણ યોગદાન છે. એવામાં દેશના ૭૫ રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં અવી છે. જેનું દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. આ તમામ ૭૫ રેલવે સ્ટેશનોને ૧૫ ઓગસ્ટના અવસરને વિશેષ રીતે શણગારવામાં આવે. એટલા માટે સ્કૂલના બાળકો અને શિક્ષકોને અપીલ કરું છું કે તે તમામને નજીકના તે રેલવે સ્ટેશનને બતાવવા લઇ જાય ત્યાં આઝાદીના સંગ્રામ માટે એક મહત્વપૂર્ણ ભાગને યોગ્ય રીતે સમજાવી શકે.

તમે પણ, આ રેલવે સ્ટેશનો વિશે જાણીને આશ્ચર્ય પામી જશો. ઝારખંડના ગોમો જંક્શનને, હવે સત્તાવાર રીતે, નેતાજી સુભાષચંદ્ર બોઝ જંક્શન ગોમોના નામથી ઓળખવામાં આવે છે. જાણો છો કેમ? વાસ્તવમાં, આ સ્ટેશન પર કાલકા મેલમાં સવાર થઈને નેતાજી સુભાષ બ્રિટિશ અધિકારીઓને થાપ આપવામાં સફળ રહ્યા હતા. તમે બધાંએ લખનઉ પાસે કાકોરી રેલવે મથકનું નામ પણ ચોક્કસ સાંભળ્યું હશે.

આ મથક સાથે રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાહ ખાન જેવા જાંબાઝોનું નામ જાેડાયેલું છે. ત્યાં ટ્રેનથી જઈ રહેલા અંગ્રેજાેના ખજાનાને લૂટીને વીર ક્રાંતિકારીઓએ અંગ્રેજાેને પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો. તમે જ્યારે પણ તમિલનાડુના લોકો સાથે વાત કરશો, તો તમને થુથુકડી જિલ્લાના વાન્ચી મણિયાચ્ચી જંક્શન વિશે જાણવાનું મળશે. તે મથક તમિલ સ્વતંત્રતા સેનાની વાન્ચીનાથનજીના નામ પર છે.આ એ જ સ્થાન છે જ્યાં ૨૫ વર્ષના યુવાન વાન્ચીએ બ્રિટિશ કલેક્ટરને તેનાં દુષ્કૃત્યોની સજા આપી હતી.

સાથીઓ, આ સૂચિ ઘણી લાંબી છે. દેશભરનાં ૨૪ રાજ્યોમાં ફેલાયેલાં આવાં ૭૫ રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે. આ ૭૫ સ્ટેશનોને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી રહ્યાં છે. તેમાં અનેક પ્રકારના કાર્યક્રમોને પણ આયોજિત કરવામાં આવી રહ્યા છે. તમારે પણ સમય કાઢીને તમારી પાસેના આવા ઐતિહાસિક સ્ટેશન પર અવશ્ય જવું જાેઈએ. તમને, સ્વતંત્રતા આંદોલનના આવા ઇતિહાસ વિશે વિસ્તારથી જાણવા મળશે જેનાથી તમે અજાણ રહ્યા છો.

હું આસપાસની શાળાના વિદ્યાર્થીઓને અનુરોધ કરીશ, શિક્ષકોને આગ્રહ કરીશ કે તમારી શાળાના નાનાં-નાનાં બાળકોને લઈને અવશ્ય સ્ટેશન પર જાવ અને પૂરો ઘટનાક્રમ તે બાળકોને સંભળાવો, સમજાવો. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે અપીલ કરું છું કે ૧૩ ઓગસ્ટથી લઇને ૧૫ ઓગસ્ટ સુધી આખા દેશભરના લોકો દરેક ઘરે તિરંગા અભિયાનનો ભાગ બને. સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત, ૧૩થી ૧૫ ઑગસ્ટ સુધી, ‘હર ઘર તિરંગા- હર ઘર તિરંગા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ નો ભાગ બનીને, ૧૩થી ૧૫ ઑગસ્ટ સુધી, તમે તમારા ઘર પર તિરંગો જરૂર ફરકાવો, અથવા તેને ઘર પર લગાવો. તિરંગો આપણને જાેડે છે, આપણને દેશ માટે કંઈક કરવા માટે પ્રેરે છે. મારું એક સૂચન એવું પણ છે કે ૨ ઑગસ્ટથી ૧૫ ઑગસ્ટ સુધી, આપણે બધાં, પોતાની સૉશિયલ મિડિયા પ્રૉફાઇલ પિક્ચર્સમાં તિરંગો લગાવી શકીએ છીએ. શું તમે જાણો છો, ૨ ઑગસ્ટનો આપણા તિરંગા સાથે એક વિશેષ સંબંધ પણ છે? આ દિવસે પિંગલી વેંકૈયાજીની જયંતી આવે છે, જેમણે આપણા રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન બનાવી હતી. હું તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.

પોતાના રાષ્ટ્રીય ધ્વજ વિશે વાત કરતા હું, મહાન ક્રાંતિકારી મેડમ કામાને પણ યાદ કરીશ. તિરંગાને આકાર આપવામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી છે. તમને ધ્યાનમાં હશે કે ‘મન કી બાત’ના એક હપ્તામાં મેં કહ્યું હતું કે ભારત પાસે રમકડાં નિકાસનું બનવાની પૂરી ક્ષમતા છે. મેં રમતગમતમાં ભારતના સમૃદ્ધ વારસાની વિશેષ રીતે ચર્ચા કરી હતી. ભારતના સ્થાનિક રમકડાં, પરંપરા અને પ્રકૃતિ બંને ને અનુરૂપ હોય છે. પર્યાવરણને અનુકૂળ હોય છે.

હું આજે તમારી સાથે ભારતીય રમકડાંઓની સફળતા જણાવવા માગું છું. આપણા યુવાનો, સ્ટાર્ટ અપ અને સાહસિકોના જાેર પર આપણા રમકડા ઉદ્યોગે જે કરી દેખાડ્યું છે, જે સફળતા પ્રાપ્ત કરી છે, તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આજે જ્યારે ભારતીય રમકડાંની વાત થાય છે તો, બધી બાજુ વૉકલ ફૉર લૉકલનો જ પડઘો સંભળાય છે. તમને એ જાણીને પણ સારું લાગશે કે ભારતમાં હવે, વિદેશથી આવતાં રમકડાંની સંખ્યા સતત ઘટી રહી છે.

પહેલાં ત્રણ હજાર કરોડ રૂપિયા થી પણ વધુ નાં રમકડાં બહારથી આવતાં હતાં, ત્યારે આજે તેની આયાત ૭૦ ટકા સુધી ઘટી ગઈ છે અને આનંદની વાત એ છે કે આ દરમિયાન ભારતે બે હજાર છસ્સો કરોડ રૂપિયાથી વધુનાં રમકડાંની વિદેશોમાં નિકાસ કરી છે. જ્યારે, પહેલાં ૩૦૦-૪૦૦ કરોડ રૂપિયાનાં રમકડાં જ ભારતથી બહાર જતાં હતાં અને તમે જાણો જ છો કે આ બધું, કોરોનાકાળમાં થયું છે. ભારતના રમકડાં ઉદ્યોગે પોતાનામાં પરિવર્તન લાવીને દેખાડ્યું છે. ભારતીય ઉત્પાદકો હવે ભારતની પૌરાણિક કથાઓ, ઇતિહાસ અને સંસ્કૃતિ પર આધારિત રમકડાં બનાવી રહ્યા છે.

દેશમાં ઠેક-ઠેકાણે રમકડાંના જે સમૂહ છે, રમકડાં બનાવનારા જે નાના-નાના સાહસિકો છે, તેમને તેનો બહુ મોટો લાભ મળી રહ્યો છે. આ નાના સાહસિકોનાં બનાવેલાં રમકડાં, હવે દુનિયાભરમાં જઈ રહ્યાં છે. ભારતના રમકડાં નિર્માતા, વિશ્વની અગ્રણી સાથે મળીને પણ કામ કરી રહ્યા છે. મને એ પણ ખૂબ જ સારું લાગ્યું કે, આપણું સ્ટાર્ટ અપ ક્ષેત્ર પણ રમકડાંની દુનિયા પર પૂરું ધ્યાન આપી રહ્યું છે. તેઓ આ ક્ષેત્રમાં અનેક મજાની ચીજાે પણ કરી રહ્યા છે.

બેંગલુરુમાં, શૂમી ટૉયઝ નામનું સ્ટાર્ટ અપ પર્યાવરણને અનુકૂળ રમકડાં પર ધ્યાન આપી રહ્યું છે. ગુજરાતમાં કંપની એઆર આધારિત ફ્લેશ કાર્ડ અને એઆર આધારિત સ્ટૉરી બુક બનાવી રહી છે. પૂણેની કંપની, ફન્વેન્શન લર્નિંગ, રમકડાં અને એક્ટિવિટી પઝલ્સ દ્વારા વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી તેમજ ગણિતમાં બાળકોનો રસ વધારવામાં લાગેલી છે. હું રમકડાંની દુનિયામાં કામ કરી રહેલા આવા બધા ઉત્પાદકોને, સ્ટાર્ટ અપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવો, આપણે બધાં મળીને, ભારતીય રમકડાંઓને, દુનિયાભરમાં હજુ વધુ લોકપ્રિય બનાવીએ.

વર્ગખંડ હોય કે રમતનું મેદાન, આજે આપણા યુવાનો, દરેક ક્ષેત્રમાં, દેશને ગૌરવાન્વિત કરી રહ્યા છે. આ મહિને, પી. વી. સિંધુએ સિંગાપુર ઑપનનો પોતાનો પહેલો ખિતાબ જીત્યો છે. નીરજ ચોપરાએ પણ પોતાનું સારું પ્રદર્શન ચાલુ રાખતાં, વર્લ્ડ ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં દેશ માટે રજત ચંદ્રક જીત્યો છે. આયર્લેન્ડ પેરા બૅડમિન્ટન ઇન્ટરનેશનલમાં પણ આપણા ખેલાડીઓએ ૧૧ ચંદ્રક જીતીને દેશનું માન વધાર્યું છે. રોમમાં થયેલી વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પણ ભારતીય ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. આપણા એથલેટ સૂરજે તોઇવન્ટમાં કમાલ જ કરી બતાવી.

તેમણે ૩૨ વર્ષના લાંબા અંતરાલ પછી આ ઇવેન્ટમાં રેસલિંગનો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ખેલાડીઓ માટે તો આ પૂરો મહિનો જ પ્રવૃત્તિઓથી ભરપૂર રહ્યો છે. ચેન્નાઈમાં ૪૪મી ચેસ ઑલમ્પિયાડની યજમાની કરવી ભારત માટે ઘણા જ સન્માનની વાત છે. ૨૮ જુલાઈએ જ આ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો અને મને તેના ઉદ્‌ઘાટન સમારંભમાં સામેલ થવાનું સૌભાગ્ય મળ્યું. તે દિવસે યુકેમાં રાષ્ટ્રમંડળ રમતોની પણ શરૂઆત થઈ. યુવાન જાેશથી ભરપૂર ભારતીય ટુકડી ત્યાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. હું બધા ખેલાડીઓ અને એથ્લેટને દેશવાસીઓ તરફથી શુભકામના પાઠવું છું. મને એ વાતનો પણ આનંદ છે કે ભારત ફિફા અંડર -૧૭ વીમેન્સ વર્લ્ડ કપની પણ યજમાની કરવા જઈ રહ્યું છે. આ સ્પર્ધા ઑક્ટોબર આસપાસ યોજાશે, જે રમતો પ્રત્યે દેશની દીકરીઓનો ઉત્સાહ વધારશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly