દક્ષિણપૂર્વ દિલ્હીના અમર કોલોનીના સંત નગર વિસ્તારમાં પાર્કિંગના વિવાદને લઈને બે પરિવારો વચ્ચે થયેલી લડાઈનો વીડિયો શનિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં એક પરિવાર બીજા પરિવાર પર લાકડી વડે હુમલો કરતો જોવા મળી રહ્યો છે. જેમાં પરિવારની ત્રણ મહિલાઓ ઝઘડામાં સામેલ જોવા મળે છે.હુમલામાં અન્ય પરિવારની મહિલા સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. વીડિયો વાયરલ થયા બાદ જ્યારે પોલીસ અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તેઓ એક્શનમાં આવી ગયા. પોલીસે હુમલો કરનાર પરિવારની બે મહિલાઓ સહિત ચાર લોકોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
Kalesh b/w Two Neighbour’s in New Delhi over Car Parking issuepic.twitter.com/A21HCcknf6
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 22, 2023
દક્ષિણ-પૂર્વ જિલ્લા પોલીસના ડેપ્યુટી કમિશનર રાજેશ દેવે જણાવ્યું કે અમર કોલોનીના સંત નગર-બી બ્લોકમાં 23 જૂને મારામારીની જાણ થઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મકાન નંબર B-315 અને B-263 ના રહીશો વચ્ચે પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો. ઘટનાસ્થળે પહોંચતા એક પરિવાર ખરાબ રીતે ઘાયલ જોવા મળ્યો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પોલીસે કેસ નોંધ્યો હતો. બાદમાં પોલીસે છેડતી અને રાયોટિંગની વધુ કલમો ઉમેરી હતી.
સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના
ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે
180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ
પોલીસે આરોપી દલજીત સિંહ અને હરજાબ સિંહની ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપી પરિવારની ત્રણ મહિલાઓએ વચગાળાના જામીન માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોર્ટે તેમને જામીન આપ્યા ન હતા. આ પછી પોલીસે બે આરોપી મહિલાઓની ધરપકડ કરી હતી. હાલમાં એક મહિલાને કોર્ટમાંથી રાહત મળી છે. અમર કોલોની પોલીસ સ્ટેશન આ મામલે તપાસ કરી રહી છે.