કાચા તેલનો ભાવ ૧૧૫ ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ચુક્યો છે, તેમ છતાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના દબાવને કારણે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા નથી. જ્યારે તેણે ઉંચા ભાવ પર કાચુ તેલ આંતરરાષ્ટ્રીય બજારમાંથી આયાત કરવું પડી રહ્યું છે. તેવામાં તેલ કંપીઓને પેટ્રોલ ડીઝલ વેચવા પર ખુબ નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાનથી બચવા માટે તેલ કંપનીઓએ ૧૬ માર્ચ ૨૦૨૨ સુધી ૧૨ રૂપિયા પ્રતિ લીટરથી વધુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા પડશે.
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે એક રિપોર્ટમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય તેલની કિંમતોની સાથે- જેના પર ઘરેલૂ ઈંધણ છૂટક કિંમત જાેડાયેલી છે. સરકારી તેલ કંપનીઓને બ્રેક ઈવન એટલે કે નુકસાન ખતમ કરવા માટે ૧૬ માર્ચ, ૨૦૨૨ સુધી કે તેની પહેલાં ૧૨.૧ રૂપિયા પ્રતિ લીટરના વધારાની જરૂર છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે એક રિપોર્ટમાં કહ્યું કે, તેલ કંપનીઓ માટે માર્જિનને સામેલ કર્યા બાદ કિંમતોમાં ૧૫.૧ રૂપિયાના વધારાની જરૂર છે.
હકીકતમાં આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતો ગુરૂવારે નવ વર્ષમાં પ્રથમવાર ૧૨૦ અમેરિકી ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગઈ અને શુક્રવારે થોડા ઘટાડા બાદ ૧૧૧ અમેરિકી ડોલર પર પહોંચી હતી. પરંતુ ખર્ચ અને છૂટક દરો વચ્ચેનું અંતર માત્ર વધ્યું છે. તેલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલની માહિતી અનુસાર, ૩ માર્ચે ભારતમાં ક્રૂડ ઓઈલની ખરીદી વધીને બેરલ દીઠ ઇં૧૧૭.૩૯ થઈ ગઈ, જે ૨૦૧૨ પછી સૌથી વધુ છે. જ્યારે નવેમ્બર ૨૦૨૧ ની શરૂઆતમાં, ક્રૂડ ઓઇલની ભારતીય બાસ્કેટ કિંમત બેરલ દીઠ સરેરાશ ઇં ૮૧.૫ હતી.
જાે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ૪ નવેમ્બર ૨૦૨૧થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે કાચા તેલની કિંમતોમાં જાેરદાર ઉછાળો જાેવા મળ્યો છે. હકીકતમાં દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે અને તેના પરિણામો ૧૦ માર્ચે આવશે. એવું માનવામાં આવે છે કે ચૂંટણીમાં હારના કારણે સરકારી ઓઈલ કંપનીઓ કાચા તેલની કિંમતોમાં જબરદસ્ત વધારો કરવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરી રહી નથી. પરંતુ ૭મી માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની આશંકા છે.