Andhra Pradesh Temple: આંધ્રપ્રદેશ સરકારે કહ્યું કે તે દરેક ગામમાં મંદિર બનાવશે. નાયબ મુખ્ય પ્રધાન કોટ્ટુ સત્યનારાયણે કહ્યું કે મુખ્ય પ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડીની સૂચના પર, આ પહેલ હિંદુ ધર્મના રક્ષણ અને પ્રચાર માટે શરૂ કરવામાં આવી છે. સત્યનારાયણ, જે એન્ડોવમેન્ટ વિભાગના પણ પ્રભારી છે, તેમણે મંગળવારે (28 ફેબ્રુઆરી) જણાવ્યું હતું કે, “નબળા વર્ગના વિસ્તારોમાં મોટા પાયે હિંદુ મંદિરો બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.”
કોટ્ટુ સત્યનારાયણે શું કહ્યું?
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના શ્રી વાણી ટ્રસ્ટે મંદિરોના નિર્માણ માટે દરેક મંદિરને 10 લાખ રૂપિયા ફાળવ્યા છે. રાજ્યમાં 1,330 મંદિરોનું નિર્માણ શરૂ કરવા ઉપરાંત અન્ય 1,465 મંદિરો પણ આ યાદીમાં ઉમેરાયા છે. એ જ રીતે, કેટલાક ધારાસભ્યોની વિનંતી પર, 200 વધુ મંદિરો બનાવવામાં આવશે.
સત્યનારાયણે કહ્યું કે બાકીના મંદિરોનું નિર્માણ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી કરવામાં આવશે. ડેપ્યુટી સીએમ સત્યનારાયણના જણાવ્યા અનુસાર, એન્ડોમેન્ટ વિભાગના નેજા હેઠળ 978 મંદિરોનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે, જ્યારે દરેક 25 મંદિરોનું કામ એક સહાયક એન્જિનિયરને સોંપવામાં આવ્યું છે.
કેટલા પૈસા આપ્યા?
કેટલાક મંદિરોના પુનર્નિર્માણ અને મંદિરોમાં ધાર્મિક વિધિઓ માટે ફાળવવામાં આવેલા 270 કરોડ રૂપિયામાંથી 238 કરોડ રૂપિયા બહાર પાડવામાં આવ્યા છે. તેવી જ રીતે, આ નાણાકીય વર્ષમાં મંદિર દીઠ રૂ. 5,000 ના દરે અનુષ્ઠાન (ધૂપ દીપ નૈવેદ્યમ) માટે ભંડોળ ફાળવવામાં આવેલા રૂ. 28 કરોડમાંથી રૂ. 15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ગૌતમ અદાણીનો જમ્પ તો મુકેશ અંબાણી નીચે ખાબક્યા, જાણો હવે અબજોપતિની યાદીમાં બન્ને ક્યા સ્થાન પર છે
સત્યનારાયણે કહ્યું, “2019 માં, ધૂપ દીપ યોજના હેઠળ 1561 મંદિરોની નોંધણી કરવામાં આવી હતી, હવે તેમની સંખ્યા વધીને 5,000 થઈ ગઈ છે.” તેમણે દાવો કર્યો કે આ સંદર્ભમાં ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમજ ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.