શું તમારે પણ દરેક બિલમાં GST ચુકવવો પડે છે! તો તેમે પણ બચાવી શકો છો પૈસા આ રીતે…, જાણો

Desk Editor
By Desk Editor
Share this Article

GST Composition:આપણા દેશમાં 1 જુલાઈ, 2017થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલમાં આવ્યો હતો. અલગ-અલગ સામાન અને સેવાઓ પર GST દરો અલગ-અલગ હોય છે. આપણે સુપરમાર્કેટના બિલથી લઈને મલ્ટિપ્લેક્સની ટિકિટો અને રેસ્ટોરાં કે હોટલમાં ફૂડ બિલ સુધીની દરેક વસ્તુ પર GST ચૂકવવો પડે છે. આપણે આ ટેક્સ સીધો સરકારને આપતા નથી પરંતુ વેપારીઓ દ્વારા સરકારને આપીએ છીએ.

પરંતુ, ઘણી જગ્યાએ આપણે GST ભરવો પડતો નથી. પરંતુ, ખબરના હોવાને કારણે આપણે તેને ચૂકવીએ છીએ. આ સ્થળોમાં ઘણી રેસ્ટોરાં પણ સામેલ થાય છે. જે રેસ્ટોરન્ટ સરકારની GST કમ્પોઝિશન સ્કીમનો લાભ લઈ રહી છે, તેઓ રેસ્ટોરન્ટમાં તૈયાર કરવામાં આવતા ભોજનના બિલ પર ગ્રાહક પાસેથી GST વસૂલ કરી શકાય નહીં.

અમૂક નાના વેપારીઓ પર ટેક્સનું ભારણ ઘટાડવા માટે કમ્પોઝિશન સ્કીમનો લાભ આપવામાં આવે છે. કમ્પોઝિશન સ્કીમ અપનાવતા બિઝનેસમેન ટેક્સ ઇન્વૉઇસ ઇશ્યૂ કરી શકતા નથી. કારણ કે, તેમને તેમના ગ્રાહકો પાસેથી ટેક્સ વસૂલવાનો અધિકાર નથી. તેના બદલે કમ્પોઝિશન ટ્રેડર્સે પોતાના ખિસ્સામાંથી ટેક્સ ભરવો પડશે.

GST કમ્પોઝિશન એટલે શું?

જે ઉદ્યોગપતિઓનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1.50 કરોડથી વધુ ન હોય અને અન્ય રાજ્યો સાથે વેપાર ન કરતા હોય તેઓ ને GSTની કમ્પોઝિશન સ્કીમનો લાભ લઈ શકે છે. કમ્પોઝિશન સ્કીમમાં નોંધણી કરાવ્યા પછી, દર મહિને ન તો રિટર્ન ફાઇલ કરવાની જરૂર છે કે ન તો તમામ સોદાઓની રસીદો રજૂ કરવાની જરૂર છે. માલના વેપાર પર માત્ર 1 ટકા ટેક્સ ચૂકવવો પડશે. સર્વિસ બિઝનેસ પર 6 ટકા ટેક્સ અને નોન-લિકર રેસ્ટોરન્ટ બિઝનેસ પર 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

બિલમાં GST ચાર્જ ઉમેરી શકશે નહીં

તમે જે રેસ્ટોરન્ટમાં ખાઓ છો તેનું બિલ ધ્યાનથી જોશો. GST કમ્પોઝિશન સ્કીમનો લાભ લેનાર વ્યક્તિએ ફરજિયાતપણે તેની સ્થાપનાના બિલ પર “કમ્પોઝિશન ટેક્સેબલ પર્સન, સપ્લાય પર ટેક્સ વસૂલવા માટે પાત્ર નથી” લખવાનું રહેશે. જો બિલ પર આ વાત લખેલી હોય તો તે તમારા બિલમાં GST ચાર્જ ઉમેરી શકશે નહીં. તમે ફૂડ બિલ પર વધારાનો GST ચાર્જ ચૂકવવાનો ઇનકાર કરી શકો છો.

કેટલીય જગ્યાએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો ગુજરાતમાં ઘટ્યા કે વધ્યા

તમે GST પોર્ટલ દ્વારા એ પણ જાણી શકો છો કે તમે જે રેસ્ટોરન્ટમાં ખાધું છે તેમાં GST કમ્પોઝિટ સ્કીમનો લાભ મળ્યો કે નહીં. પોર્ટલ પર તપાસ કરવી પણ મહત્વપૂર્ણ છે કારણ કે ઘણા વેપારીઓ ગ્રાહકો પાસેથી વધુ ચાર્જ લેવા માટે તેમના બિલમાં તેમને આપવામાં આવેલા ડિસ્કાઉન્ટનો ઉલ્લેખ કરતા નથી.


Share this Article
TAGGED: