ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એક મોટો અકસ્માત થયો છે. હકીકતમાં અહીં હલ્દી સમારોહ દરમિયાન કેટલીક મહિલાઓ કૂવામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 13 મહિલાઓના મોત થયા છે. પીઠીની વિધિ માટે મહિલાઓ કુવા પરની જાળી પર ઉભી હતી. અચાનક કુવામાં આવેલી લોખંડની જાળી તુટી જવાથી મહિલાઓ કુવામાં પડી જતાં માતમ છવાઈ ગયો હતો.
આ ભયાનક અકસ્માત કુશીનગરના નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારના નૌરંગિયા સ્કૂલ ટોલામાં થયો હતો. અકસ્માતની જાણ થતાં તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુશીનગરના નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુવામાં પડી જવાના અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને બચાવ અને રાહત કાર્ય શરૂ કરવા અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.