કોંગ્રેસ પાર્ટીને એકવાર ફરી મોટો આંચકો લાગ્યો છે. વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ પાર્ટીનો સાથ છોડીને રાજીનામુ આપી દીધુ છે. તેમણે પાર્ટીની પ્રાથમિક સભ્યતાથી લઈને તમામ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. જાેકે આ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસને આ પ્રકારનો આંચકો મળ્યો હોય. ૨૦૧૪માં ભાજપ સરકાર આવ્યા બાદથી અત્યાર સુધી અમુક દિગ્ગજ અને મોટા નેતા કોંગ્રેસનો સાથ છોડી ચૂક્યા છે.
એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ અનુસાર ૨૦૧૪ અને ૨૦૨૧ વચ્ચે થયેલી ચૂંટણી દરમિયાન ૨૨૨ ચૂંટણી ઉમેદવારોએ કોંગ્રેસ પાર્ટી છોડી, જ્યારે ૧૭૭ સાંસદો અને ધારાસભ્યોએ પાર્ટીને અલવિદા કહ્યુ. આ સિવાય ૨૦૧૬ અને ૨૦૨૦ની વચ્ચે પક્ષપલટો કરનારા લગભગ ૪૫ ટકા ધારાસભ્ય ભાજપમાં સામેલ થઈ ગયા હતા.
વર્ષ ૨૦૨૨ કોંગ્રેસ પાર્ટી છોડનારા નેતાઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગિલ, ગુજરાત નેતા પૂર્વ કોંગ્રેસ નેતા નરેશ રાવલ અને રાજુ પરમાર, કપિલ સિબ્બલ, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડ, હાર્દિક પટેલ, પૂર્વ કાયદા મંત્રી અશ્વિની કુમાર, આરપીએન સિંહ.
૨૦૨૧માં પાર્ટીનો સાથ છોડનારા નેતાઃ ગોવિંદદા, કોંથૌજામી, વિજયન થોમસ, એ નમસ્સિવયમ, વીએમ સુધીરન, પીસી ચાકો, અભિજીત મુખર્જી, જિતિન પ્રસાદ, સુષ્મિતા દેવ, લુઈજિન્હો ફલેરો, લલિતેશ ત્રિપાઠી અમરિંદર સિંહ, કીર્તિ આઝાદ, મુકુલ સંગમા, અદિતિ સિંહ, રવિ એસ નાઈક.
૨૦૨૦માં પાર્ટી છોડનારા નેતાઃ ખુશબૂ સુંદર, જ્યોતિરાદિત્યા સિંધિયા.
૨૦૧૯માં પાર્ટી છોડનારા નેતાઃ ઉર્મિલા માતોંડકર, મોસમ નૂર, અલ્પેશ ઠાકુર, કૃપાશંકર સિંહ, પનાબાકા લક્ષ્મી, એપી અબ્દુલ્લાકુટ્ટી (હાંકી કઢાયા). રાધાકૃષ્ણ વિખે પાટિલ, ભુવનેશ્વર કલિતા, સંજય સિંહ, એસએમ કૃષ્ણા, ટોમ વડક્કન, નારાયણ રાણે, પ્રિયંકા ચતુર્વેદી, ચંદ્રકાંત કવલેકર.
૨૦૧૮માં પાર્ટીને અલવિદા કહેનારા નેતાઃ એલેક્ઝાન્ડર લાલુ હેકી, યાનથુંગો પેટન, અશોક ચધૌરી.
૨૦૧૭માં પાર્ટી છોડનારા નેતાઃ નારાયણ દત્ત તિવારી, શંકરસિંહ વાઘેલા, યશપાલ આર્ય, રવિ કિશન, બરખા શુક્લા સિંહ, વિશ્વજીત રાણે.
૨૦૧૬માં પાર્ટી છોડનારા નેતાઃ રીટા બહુગુણા જાેશી, વિજય બહુગુણા, એન બિરેન સિંહ, અજીત યોગી, સુદીપ રોય બરમન, પેમા ખાંડુ, હરક સિંહ રાવત.
૨૦૧૫માં પાર્ટી છોડનારા નેતાઃ જયંતી નટરાજન, ગિરિધર ગમંગ, અબ્દુલ ગની વકીલ, હિમંત બિસ્વ સરમા.
૨૦૧૪માં પાર્ટી છોડનારા નેતાઃ દગ્ગુબાતી પુરંદેશ્વરી, બિરેન્દર સિંહ, જગદંબીકા પાલ, જીકે વસન, સત્પાલ મહારાજ.