Politics News: લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચિવને હટાવ્યા છે. એટલું જ નહીં ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવી દીધા છે. ચૂંટણી પંચે આ અંગે આદેશ જાહેર કર્યો છે. આદેશ અનુસાર ચૂંટણી પંચે મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવી દીધા છે.
સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણી પંચે BMC એટલે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર ઈકબાલ સિંહ ચહલ, એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવવાનો આદેશ આપ્યો છે. જોકે ચૂંટણી પંચના અધિકારીઓ સામેની આ કાર્યવાહી માટે તાત્કાલિક કોઈ કારણ આપવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે સમાન સ્પર્ધા સુનિશ્ચિત કરવા અને ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા જાળવવા માટે આ ફેરફારો કરવામાં આવ્યા છે.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
ચૂંટણી પંચે તમામ રાજ્ય સરકારોને ચૂંટણી સંબંધિત કાર્ય સાથે જોડાયેલા એવા અધિકારીઓની બદલી કરવાનો નિર્દેશ આપ્યો છે જેમણે ત્રણ વર્ષ પૂરા કર્યા છે અથવા તેમના ગૃહ જિલ્લામાં છે. તમને જણાવી દઈએ કે દેશની 543 લોકસભા સીટો માટે 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં મતદાન થશે. 4 જૂને મતગણતરી થશે.