૫ રાજ્યોમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે આજનો દિવસ ખાસ છે. આજે મતદાનના બીજા તબક્કામાં ઉત્તરાખંડ અને ગોવાની તમામ બેઠકો માટે અને યુપી વિધાનસભાની ૫૫ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીનો આ તબક્કો તમામ પક્ષો માટે મહત્વનો છે. અનેક દિગ્ગજાેની શાખ દાવ પર લાગી છે. યુપી અને ગોવામાં સવારે ૭ વાગે મતદાન શરૂ થયું જ્યારે ઉત્તરાખંડમાં સવારે ૮ના ટકોરે મતદાન શરૂ થયું.
ભાજપ ઉમેદવારે દલિત સપા પદાધિકારી અને પરિજનોની પીટાઈનો આરોપ લગાવ્યો છે. ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. અહીં ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી પણ જાેર અજમાવી રહી છે. વિધાનસભાની તમામ ૭૦ બેઠકો માટે આજે મત પડશે.
કોરોનાના કારણે ઉત્તરાખંડમાં પણ બૂથની સંખ્યા વધારવામાં આવી છે. ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં તમામ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આમ તો બીજા તબક્કા હેઠળ પશ્ચિમ યુપીના ૯ જિલ્લાઓની ૫૫ બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. પરંતુ કેટલીક વિધાનસભા બેઠકો ચૂંટણી પહેલા જ હોટ સીટ બની ગઈ છે. ગોવામાં ૪૦ વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થયું હતું. ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. મતદાનની શરૂઆત સવારે સાત વાગ્યાથી થશે અને સાંજે છ વાગ્યા સુધી મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી શકશે.