India News : યુપીના મથુરા જંક્શન (Mathura Junction) પર મોડી રાત્રે આ ટ્રેન અકસ્માત થયો હતો. શકુર બસ્તીથી આવી રહેલી એક ઇએમયુ ટ્રેન (EMU train) મથુરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચઢી હતી. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
મથુરા સ્ટેશન ડિરેક્ટર એસ.કે.શ્રીવાસ્તવે (SK Srivastava) જણાવ્યું હતું કે તમામ મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ચૂક્યા છે અને આ ઘટનાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે આ ટ્રેન શકુર બસ્તીથી આવે છે. ટ્રેન રાત્રે 10:49 વાગ્યે આવી હતી.
#WATCH | "The train was coming from Shakur Basti…All the passengers have deboarded the train…," says Railway Station Director Mathura, SK Srivastava (26.09) https://t.co/JxBlC53xiZ pic.twitter.com/W42f64nf9Y
— ANI (@ANI) September 26, 2023
પરિણીતી બાદ કંગના રનૌત આ બિઝનેસમેન સાથે ફરશે સાત ફેરા, આ એક્ટરના ખુલાસા બાદ ચારેકોર ચર્ચા જામી
ઓફિસ અને ઘરમાં આ વસ્તુઓથી મહિલાઓને આવી શકે હાર્ટ એટેક, હાલ જ બહાર ફેંકી દો, જેથી ભોગવવું ન પડે
સ્ટેશન ડાયરેક્ટરે જણાવ્યું કે અચાનક ટ્રેન પ્લેટફોર્મ પર ચડી ગઈ. અમે ઘટનાના કારણોની તપાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અપલાઇન પર કેટલીક ટ્રેનોને અસર થઈ છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ પરથી ટ્રેન હટાવવાનું કામ ચાલી રહ્યું છે. ટ્રેન હટાવ્યા બાદ અપ લાઈન ટ્રેનો ફરી શરૂ કરવામાં આવશે.