કાશ્મીર ફાઇલ્સે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બોક્સ ઓફિસ પર કાશ્મીર ફાઇલ્સ ધૂમ મચાવી રહી છે. બોલિવૂડ પણ ફિલ્મને લઈને બે ભાગમાં વહેંચાયેલું છે. હવે આમિર ખાને આ ફિલ્મને સમર્થન આપ્યું છે. આમિર ખાને કહ્યું છે કે આ ફિલ્મ દરેક ભારતીયે આ જરૂર જોવી જોઈએ. આમિર ખાને એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના પ્રમોશન ઈવેન્ટમાં હાજરી આપી હતી.
ધ કાશ્મીર ફાઇલ્સ પર મીડિયાના પ્રશ્નોના જવાબમાં આમિર ખાને કહ્યું કે તેણે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી. પરંતુ ટૂંક સમયમાં જ ફિલ્મ જોવાના છે. ‘આ ઈતિહાસનો એવો હિસ્સો છે, જે આપણા દિલને ઠેસ પહોંચાડે છે. કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો સાથે જે બન્યું છે તે ખૂબ જ દુઃખદ છે. આવા વિષય પર બનેલી ફિલ્મ દરેક ભારતીયે જોવી જોઈએ. ‘દરેક ભારતીયે યાદ રાખવું જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ પર અત્યાચાર થાય છે ત્યારે શું થાય છે.
આગળ વાત કરતા આમિરે કહ્યુ કે આ ફિલ્મો માનવતામાં માનતા તમામ લોકો પ્રત્યે જુસ્સાદાર છે અને તે શ્રેષ્ઠ બાબત છે. તેથી હું ચોક્કસપણે આ ફિલ્મ જોવા માંગુ છું. સાથે જ મને ખુશી છે કે ફિલ્મને સફળતા મળી રહી છે. તમને જણાવી દઈએ કે કાશ્મીર ફાઇલ્સ 1989 થી 1990 દરમિયાન ઘાટીમાં કાશ્મીરી પંડિતોની હત્યા અને હિજરત પર આધારિત છે. ધ કાશ્મીર ફાઇલ્સના ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર, કુલ કમાણી 141.25 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
ફિલ્મે શનિવારે 24.80 કરોડનું કલેક્શન કર્યું હતું. નવમા દિવસનું કલેક્શન છેલ્લા આઠ દિવસના કલેક્શનને વટાવી ગયું છે. કાશ્મીર ફાઇલ્સે અગાઉ બીજા શુક્રવારે 19.15 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આ ફિલ્મ બાહુબલી 2ની જેમ ટ્રેન્ડ કરી રહી છે. એવી શક્યતા છે કે ફિલ્મ 10માં દિવસે 28થી 30 કરોડનું કલેક્શન કરી શકે છે.