રાજસ્થાનના નાગૌરમાં ખેડૂત ભાઈએ પોતાની એકમાત્ર બહેનની દીકરીઓના લગ્નમાં 71 લાખનુ મામેરુ ભર્યુ છે. બહેનને પણ 500-500 રૂપિયા લાગેલી ઓઢણી ઓઢાડી છે. બે ભત્રીજીના લગ્ન માટે આ તેઓ વર્ષોથી પૈસા ભેગા કરતા હતા. 51 લાખ રોકડા અને મામેરામાં 20 લાખના દાગીના આપ્યા છે. આ વિશે વિગતે વાત કરીએ તો મંગળવારે પ્રિયંકા અને સ્વાતિના લગ્ન નાગૌર જિલ્લાના જયલના રાજોદ ગામમા યોજાયા.
આ વિશે વાત કરતા મગનરામે જણાવ્યું કે, પ્રિયંકા (27) અને સ્વાતિ (25) નાગૌર જિલ્લાના લાડનુન શહેરમાં રહેતી તેની બહેન સીતા દેવીની પુત્રીના લગ્ન હતા. બીજા મોટા ભાઈની ઈચ્છા હતી કે જ્યારે પણ બહેન સીતાના મામેરા ભરાય ત્યારે તેની ચર્ચા બધે થાય તેવુ કઈક અલગ કરવુ છે. સુખદેવનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું. આ પછી ચાર ભાઈઓ મગનરામ, સહદેવ, જગદીશ અને જેનારામ 71 લાખના મામેરા લઈને પહોંચ્યા હતા.
થાળીમાં 51 લાખ 11 હજાર રૂપિયા, 25 તોલા સોનું અને 1 કિલો ચાંદીના દાગીના લઈને ચાર ભાઈઓ તેમની એકમાત્ર બહેન સીતાના ઘરે પહોંચ્યા હતા.બહેનના સાસરિયાઓની આંખ પણ આ જોઈને ભરાઈ આવી હતી. આ મામેરામા આટલી મોંધી ભેટ જોઈને બહેનની આંખમાં પણ આંસુ આવી ગયા.
રાજસ્થાનમાં બહેનના પુત્ર અને પુત્રીના લગ્નમાં મામેરા વિધિ હોય છે જેને સ્થાનિક ભાષામાં બહેનનું ભાટ ભરણા પણ કહેવામાં આવે છે. નાગૌરની આ વિધિ ખૂબ પ્રખ્યાત છે. અહીં ઘણા ભાઈઓ મામેરા માટે લાખો રૂપિયા રોકડા અને ઘરેણાં લાવતા હોય છે.