ઇસ્લામના પયગંબર મુહમ્મદ પરની કથિત ટિપ્પણી બદલ કટ્ટરપંથીઓ દ્વારા સસ્પેન્ડ કરાયેલા બીજેપી પ્રવક્તા નુપુર શર્માને વારંવાર બળાત્કાર અને હત્યાની ધમકી આપવામાં આવી રહી છે. આ ક્રમમાં ઈસ્લામિક આતંકવાદી સંગઠન અલ કાયદા બાદ હવે ઈસ્લામિક સ્ટેટ (ISIS)એ પણ તેમને ધમકી આપી છે. ઇસ્લામિક આતંકવાદી સંગઠન ISKPની દક્ષિણ-પૂર્વ અને મધ્ય એશિયા વિંગે 10 મિનિટનો વીડિયો જાહેર કર્યો છે.
વિડિયોમાં નિંદા છે અને દિલ્હીના જહાંગીરપુરીમાં એક મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવા પર હિંદુઓ પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. ન્યૂઝ હેન્ડલ ખોરાસન ડાયરીએ લખ્યું છે કે, ‘ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISKP) એ તેના મુખપત્ર અલઆઝમ ફાઉન્ડેશન દ્વારા ન્યૂઝ બુલેટિન સેવા શરૂ કરી છે. પ્રથમ સમાચાર બુલેટિન ભારત અને ઇશ્વરનિંદાના મુદ્દા પર કેન્દ્રિત હતું. ઈસ્લામિક આતંકવાદી સંગઠને આ પ્રોપગેન્ડા વીડિયોમાં એક ભારતીય સુસાઈડ બોમ્બરને પણ દર્શાવ્યો છે. વીડિયોમાં આ ફિદાયીન હુમલાખોરનું નામ કેપી ઉજાસ જણાવવામાં આવ્યું છે. આ વીડિયોમાં આતંકવાદી સંગઠને નુપુર શર્મા અને ભારત પર હુમલો કરવાની તેમજ પીએમ નરેન્દ્ર મોદી અને શીખો પર હુમલો કરવાની ધમકી આપી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા 6 જૂને પાકિસ્તાન સમર્થિત ઈસ્લામિક આતંકવાદી સંગઠન અલ કાયદાએ એક ધમકી પત્ર જારી કરીને કહ્યું હતું કે તે ‘પયગમ્બરના સન્માન માટે લડવા’ માટે દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ફિદાયીન હુમલો કરશે. અલકાયદાની સત્તાવાર વેબસાઈટએ કહ્યું કે, ‘ભગવા આતંકવાદીઓએ હવે દિલ્હી, મુંબઈ, યુપી અને ગુજરાતમાં તેમના અંતની રાહ જોવી પડશે. તેમને ન તો તેમના ઘરોમાં આશ્રય મળશે કે ન તો તેમની ગઢવાલી સેનાની છાવણીમાં.’ ત્યારે હવે જોવાનું રહ્યું કે આખરે આ વિવાદ ક્યારે શાંત થાય.