નાણા મંત્રી ર્નિમલા સીતારામણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં યુવાનો માટે રોજગાર, ગરીબો માટે ઘર અને નવી ટ્રેનોને લઈ અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. જાેકે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. ત્યારે બજેટ પર વિવિધ પ્રતિક્રિયાઓ આવવાનંર ચાલુ થઈ ગયું છે. દેશની વિપક્ષી પાર્ટી કોંગ્રેસે બજેટ મુદ્દે સરકાર પર આકરો પ્રહાર કર્યો છે.
કોંગ્રેસના કહેવા પ્રમાણે નાણા મંત્રી અને વડાપ્રધાન મોદીએ પગારદારો અને મધ્યમ વર્ગ માટે કોઈ રાહતની જાહેરાત ન કરીને તેમને નિરાશ કર્યા છે. નાણા મંત્રી અને વડાપ્રધાને તેમને દગો આપ્યો છે. કોંગ્રેસે એમ પણ કહ્યું કે, મોદી સરકારની અનર્થનીતિએ દેશ પર દેવું વધારવાનું જ કામ કર્યું છે. મોદીનોમિક્સે અર્થતંત્રને તબાહ કરી દીધું છે. દેશ માટે મોદી સરકારની અનર્થનીતિ હાનિકારક સાબિત થઈ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ તેને જીરો બજેટ ગણાવ્યું છે.