અક્ષરધામ મંદિરમાં ઋષિ સુનકને મળી ખાસ ભેટ, પત્ની અક્ષતા મૂર્તિ સાથે આ રીતે કરી પૂજા, આખા ભારતમાં ચર્ચા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

G20 Summit Delhi :  યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનક (Rishi Sunak) સમયાંતરે તેમના ધર્મમાં વિશ્વાસ દર્શાવતા રહ્યા છે. પીએમ બનતા પહેલાની વાત હોય કે પછી વડાપ્રધાન બન્યા બાદ તેઓ ઘણી વખત કહી ચૂક્યા છે કે તેમને હિન્દુ હોવાનો ગર્વ છે. જી-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવેલા ઋષિ સુનકે (Rishi Sunak) ફરી એક વાર દર્શાવ્યું કે તેમને હિંદુ ધર્મમાં કેટલો વિશ્વાસ છે. હકીકતમાં, રવિવારની સવારે (10 સપ્ટેમ્બર 2023) સુનક તેની પત્ની સાથે દિલ્હીના અક્ષરધામ મંદિરમાં (Delhi Akshardham Temple) દર્શન કરવા પહોંચ્યો હતો. તેઓ અહીં 45 મિનિટ રોકાયા હતા.

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, અક્ષરધામ મંદિરના ડાયરેક્ટર જ્યોતિન્દ્ર દવેનું કહેવું છે કે ઋષિ સુનક લાંબા સમય સુધી મંદિરમાં રહ્યા હતા. તેમની પૂજા લાંબા સમય સુધી ચાલી. આ દરમિયાન તેની સાથે આવેલા લોકો કહી રહ્યા હતા કે અમારી પાસે સમય ઓછો છે પરંતુ અમે તેમને કેવી રીતે રોકી શકીએ? જ્યોતીન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે આજે આપણે જે જોયું તે સંપૂર્ણપણે સાચું છે. તેમની આંખોમાં, કાર્યોમાં જે પ્રેમ અને ભક્તિ હતી તે કોઈ રાજ્યના નેતા કે વડાપ્રધાનની નહીં, પરંતુ ભક્તની હતી.

 

ઋષિ સુનકને ગિફ્ટમાં મળ્યું મંદિર મોડલ

“અમે ઋષિ સુનકને આખું અક્ષરધામ મંદિર બતાવ્યું અને બાદમાં તેમને મંદિરનું એક મોડેલ ભેટમાં આપ્યું જેથી તેમને મંદિર યાદ આવે. તેની સાથે તેની પત્ની પણ હતી. ઋષિ સુનક અને તેમની પત્ની બંને ખૂબ જ આદરણીય મનુષ્ય છે.

 

 

સરકારની સૌથી મોટી જાહેરાત, ગુજરાતના 55 લાખ ખેડૂતો માટે મોટી સહાય કરી, જાણીને દરેક ઘરમાં ખુશીનો માહોલ

અમદાવાદની ચોંકાવનારી ઘટના, હવસખોર ટ્યુશન ટીચર ધોરણ 12ની દિકરી સાથે… CCTV ચેક કરતા માતા પિતા ફફડી ગયા!

હવામાન વિભાગની નવી આગાહી, ગુજરાતમાં ૬ દિવસ મેઘરાજા મહેરબાન, જાણો ક્યાં જિલ્લામાં કેવી ધબધબાટી બોલાવી દેશે

 

શનિવારે મંદિરમાં આવવાના સંકેત મળ્યા હતા.

તેમણે શનિવારે આ પ્રવાસ વિશે માહિતી આપી હતી. પોતાના “હિન્દુ” મૂળ પર ગર્વ વ્યક્ત કરતા, ઋષિ સુનકે શનિવારે આશા વ્યક્ત કરી હતી કે તેમને જી -20 સમિટની વચ્ચે ભારતના એક મંદિરની મુલાકાત લેવાનો સમય મળશે. એક દિવસ પહેલા જ મીડિયા સાથે વાત કરતા ઋષિ સુનકે કહ્યું હતું કે, “મને હિન્દુ હોવાનો ગર્વ છે. આ રીતે જ મારો ઉછેર થયો છે અને તે જ રીતે હું છું. આશા રાખું છું કે, જ્યારે હું આગામી થોડા દિવસો સુધી અહીં રહીશ, ત્યારે હું મંદિરમાં જઈ શકીશ. અમે તાજેતરમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી.”


Share this Article