કાળો ધબ્બો ! આ હલકટ પોલીસ અધિકારીએ તમામ હદ વટાવી! ગેંગરેપ પીડિતા કિશોરી ઉપર ગુજાર્યો બળાત્કાર

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગેંગેરેપનો ભોગ બનેલી સગીર વયની યુવતીની ફરિયાદ નોંધીને તેને મદદ કરવાની જગ્યાએ ખુદ પોલીસ અધિકારીએ જ પીડિતા પર રેપ કર્યો હોવાની હાહાકારી ઘટનાએ ઉત્તર પ્રદેશ પર ફરી ધબ્બો લગાવ્યો છે. મળતી વિગતો પ્રમાણે ચાઈલ્ડ લાઈનના કાઉન્સિલિંગમાં આ વાતનો ખુલાસ થયો હતો. પીડિતાની માતાના કહેવા પ્રમાણે યુપીના લલિતપુરમાં ૨૨ એપ્રિલે ચાર વ્યક્તિઓ ૧૩ વર્ષની કિશોરીને ફોસવાલીને ભોપાલ લઈ ગયા હતા.

જ્યાં તેમણે ત્રણ દિવસ તેના પર રેપ કર્યો હતો. ૨૫ એપ્રિલે ચારે આરોપીઓ પાલી પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી પાસે કિશોરીને છોડીને ભાગી ગયા હતા. આરોપ છે કે, અધિકારીએ કિશોરીને તેના માતા પિતાને સોંપવાની જગ્યાએ માસીને સોંપી હતી. એ પછી ૨૭ એપ્રિલે કિશોરીને નિવેદન લેવા માટે બોલાવાઈ હતી અને પોલીસ મથક ઈન્ચાર્જ તિલકધારી સરોજે યુવતી પર રેપ કર્યો હોત. પીડિતાની માતાના કહેવા પ્રમાણે ૩૦ એપ્રિલે ફરી કિશોરીને પોલીસ મથકમાં બોલાવાઈ હતી અ્‌ને યુવતીને ચાઈલ્ડ હેલ્પ લાઈનને સોંપવામાં આવી હતી.

સંસ્થાએ કિશોરીનુ કાઉન્સિલિંગ કર્યુ ત્યારે ઉપરોકત ઘટસ્ફોટ થયો હતો. એ પછી પોલીસે ગેંગ રેપ કરનારા ચાર આરોપીઓની સાથે સાથે પોલીસ અધિકારી સામે પણ ગુનો દાખલ કર્યો છે. ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ પણ કરાયો છે. આખા સ્ટાફને લાઈન હાજર કરવામાં આવ્યો છે. પોલીસનુ કહેવુ છે કે, પોલીસ અધિકારી સહિત જે પણ દોષી છે તેમની સામે કાર્યવાહી થશે. દરમિયાન રેપ કરનાર પોલીસ ઈન્સ્પેકટર ફરાર થઈ ગયો છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly