કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની ઓફિસમાં આવેલા ધમકીભર્યા કોલના મામલામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર કર્ણાટકની બેલગવી જેલમાં બંધ ગુનેગાર અને ગેંગસ્ટર જયેશ કાંતાએ નીતિન ગડકરીની ઓફિસમાં ધમકીભર્યો ફોન કરીને 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આટલું જ નહીં પોલીસનો દાવો છે કે તાજેતરમાં જ જયેશને હત્યાના ગુનામાં દોષી ઠેરવ્યા બાદ કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી છે.
30 વર્ષ પછી ફરીથી શનિની ઘર વાપસી, આ 7 રાશિના લોકો બનશે માલામાલ, જાણો તમારી કિસ્મત શું કહે છે
જયેશ પૂજારીએ દાવો કર્યો હતો કે તે દાઉદ ઈબ્રાહિમ ગેંગનો સભ્ય છે. તેણે જેલમાંથી મોબાઈલ ફોન કરીને ધમકી આપી હતી. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આરોપીએ કયા હેતુથી ફોન કર્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. કર્ણાટક પોલીસ આ મામલે મદદ કરી રહી છે. આ પહેલા નાગપુર પોલીસની ટીમ બેલાગવી પહોંચી હતી. ટીમ જયેશ પૂજારીની પૂછપરછ માટે પરવાનગી માંગી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે 11.25 થી 12.30 દરમિયાન નાગપુરમાં ગડકરીની ઓફિસમાં 3 કોલ કરવામાં આવ્યા હતા. આ પછી ગડકરીના ઘર અને ઓફિસની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
પહેલા પણ આવી ચૂક્યા છે અધિકારીઓને ધમકીભર્યા ફોન
જયેશ પૂજારીને હત્યા કેસમાં કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. તે એક ભયાનક ગુંડો છે, તે 2016માં જેલમાંથી ભાગી ગયો હતો. બાદમાં કર્ણાટક પોલીસે તેની ધરપકડ કરી હતી. તેણે અગાઉ કેટલાક વરિષ્ઠ અધિકારીઓને ધમકીભર્યા ફોન પણ કર્યા છે. જયેશ પૂજારીએ ગડકરીની ઓફિસ પર ફોન કરીને કહ્યું હતું કે તે ડી ગેંગનો સભ્ય છે અને 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. તેણે ધમકી આપી હતી કે જો તેની માંગ પૂરી નહીં કરવામાં આવે તો તે ગડકરીને બોમ્બથી નુકસાન પહોંચાડશે.
કોલ જેલમાંથી કરવામાં આવ્યો હતો
આ પછી નાગપુર પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે કોલ બેલગામથી કરવામાં આવ્યો હતો. આ પછી કર્ણાટક પોલીસની મદદથી જાણવા મળ્યું કે આ કોલ જેલમાંથી કરવામાં આવ્યો હતો. જેલ પ્રશાસને કેદી સુધી મોબાઈલ કેવી રીતે પહોંચ્યો તેની તપાસ શરૂ કરી છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જ્યાં સુધી આરોપીનો હેતુ જાણી ન શકાય ત્યાં સુધી તપાસ ચાલુ રહેશે.