દિલ્હીમાં સનસનાટીભર્યા શ્રદ્ધા વોકર કેસ જેવો જ એક મર્ડર કેસ સમગ્ર પોલીસ વિભાગને ચોંકાવી દીધો છે. પ્રેમની આ કહાનીએ વેલેન્ટાઈન ડે પર બધાને ચોંકાવી દીધા છે. બાબા હરિદાસ નગરના ઢાબામાં યુવતીની હત્યા કર્યા બાદ તેની લાશ ફ્રીઝરમાં સંતાડી દેવામાં આવી હતી.
બાબા હરિદાસ નગરના ઢાબામાં યુવતીની હત્યા
આ હત્યા યુવતીના બોયફ્રેન્ડ દ્વારા કરવામાં આવી હતી. તે યુવતી સાથે પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતો. પોલીસે જણાવ્યું કે સાહિલ ગેહલોત તરીકે ઓળખાતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
યુવતી સાથે પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતો
સૂત્રોના જણાવ્યા અનુસાર સાહિલ અને મૃતક યુવતી 2018થી મિત્રો હતા. સાહિલની તાજેતરમાં સગાઈ થઈ હતી અને તેના લગ્ન 10 ફેબ્રુઆરીએ નક્કી થયા હતા. આરોપીએ પણ 10 ફેબ્રુઆરીએ કોઈને જાણ કર્યા વગર લગ્ન કરી લીધા હતા.
ઢાબા પર ફ્રીઝરમાં લાશને છુપાવી દીધી
અહેવાલો અનુસાર સાહિલે કથિત રીતે કાશ્મીરી ગેટ ISBT પાસે એક કારની અંદર છોકરીનું ગળું દબાવી દીધું હતું અને બાદમાં મિત્રૌ ગામમાં એક ઢાબા પર ફ્રીઝરમાં લાશને છુપાવી દીધી હતી.
કોઈને જાણ કર્યા વગર લગ્ન કરી લીધા હતા
પોલીસે આ કેસમાં 26 વર્ષીય રોહિત ગેહલોત નામના અન્ય આરોપીની પણ ધરપકડ કરી છે. તેની પણ પૂછપરછ કરવામાં આવી છે.
સાહિલે યુવતીને કાશ્મીરી ગેટ ISBT પાસે મળવા બોલાવી
પીડિતા સાહિલના લગ્નની યોજનાથી ગુસ્સે હતી અને તેણે તેના માતાપિતાને તેમના સંબંધો વિશે જણાવવાની માંગ કરી હતી.
ફરીવાર પત્ની સાથે પરણ્યો હાર્દિક પંડ્યા, ઉદયપુરમાં કર્યા રંગે ચંગે લગ્ન, તસવીરો જોઈ આંખો અંજાઈ જશે
જોકે, સાહિલ તૈયાર ન હતો જેના કારણે તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. 9-10 ફેબ્રુઆરીની વચ્ચેની રાત્રે સાહિલે યુવતીને કાશ્મીરી ગેટ ISBT પાસે મળવા બોલાવી હતી. તેણે તેની કારમાં તેનું ગળું દબાવીને હત્યા કરી હતી અને બાદમાં લાશને ઢાબા પર રાખી હતી.