જય શ્રી રામ બોલ્યો તો મહીલા પ્રોફેસર ગુસ્સે થઈ, ખીજાય ગઈ અને વિદ્યાર્થીને સ્ટેજ પરથી નીચે ઉતાર્યો, વીડિયો જોઈ આખો દેશ ભડક્યો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

UP News : આ દિવસોમાં ગાઝિયાબાદની (Ghaziabad) એક કોલેજ ચર્ચામાં આવી છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વિદ્યાર્થીને સ્ટેજ પરથી માત્ર ‘જય શ્રી રામ’ બોલવાના કારણે જ સ્ટેજ પરથી હટાવવામાં આવ્યો હતો. આ પછી કોલેજની બે મહિલા ટીચર્સ વિદ્યાર્થિની પર ગુસ્સે થઈ જતાં તેને બધાની સામે જ ઠપકો આપી સ્ટેજ પરથી નીચે ઉતારી લેવામાં આવી હતી. જે બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ વધુને વધુ વાયરલ થવા લાગ્યો હતો.

 

 

જાણકારી અનુસાર આ વીડિયો ગાઝિયાબાદના એનએચ-9 પર સ્થિત એબીઇએસ એન્જિનિયરિંગ કોલેજથી જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વિદ્યાર્થી કોલેજમાં યોજાયેલા ઇન્ડક્શન પ્રોગ્રામ દરમિયાન સ્ટેજ પર પરફોર્મ કરતી વખતે ‘જય શ્રી રામ’ કહીને પ્રેક્ષકોનું અભિવાદન કરી રહ્યો છે. આ સાંભળીને કોલેજની બે મહિલા ટીચર્સ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તેણે પરફોર્મ કર્યા વગર જ વિદ્યાર્થીને સ્ટેજ પરથી હટાવી દીધો.

 

 

હિન્દુ રક્ષા દળે આપ્યું અલ્ટિમેટમ

હાલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થી જ્યારે સ્ટેજ પર જાય છે ત્યારે સામે બેઠેલા વિદ્યાર્થીઓ જય શ્રી રામ બોલીને તેનું સ્વાગત કરે છે, જેના પર વિદ્યાર્થી સ્ટેજ પરથી જય શ્રી રામ પણ કહે છે. આના પર કોલેજની મહિલા ટીચર મમતા ગૌતમ વિદ્યાર્થી પર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને તેને સ્ટેજ પરથી હટાવી દે છે. હાલ તો હિન્દુ રક્ષા દળે આ કેસમાં એન્ટ્રી કરી છે. હિન્દુ રક્ષા દળે આ બંને શિક્ષકો સામે કાર્યવાહી કરવા માટે કોલેજ પ્રશાસનને સમય આપ્યો છે.

 

આવી રહ્યું છે તેજ વાવાઝોડું…. 21 તારીખથી તબાહી મચાવતું રૂપ ધારણ કરશે, જાણો હવામાન વિભાગની આગાહી

અચાનક ખાતામાં 1000 રૂપિયા આવે તો ચેતજો ગુજરાતીઓ! છોકરીનો કોલ આવશે અને કહેશે કે મારા પૈસા આપી દો, પછી…

આવી રહ્યું છે તેજ વાવાઝોડું…. 21 તારીખથી તબાહી મચાવતું રૂપ ધારણ કરશે, જાણો હવામાન વિભાગની આગાહી

 

પ્રશાસન તપાસ કરી રહ્યું છે

આ મામલે કોલેજના મેનેજમેન્ટે તપાસ કમિટીની રચના કરી છે. આ સાથે ડાયરેક્ટર ડો.સંજય કુમાર સિંહે જણાવ્યું હતું કે રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે, કોઇ પણ વિદ્યાર્થી પર કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં. હિન્દુ રક્ષા દળનું કહેવું છે કે, જો આ બંને શિક્ષકો સામે કાર્યવાહી નહીં થાય તો તેઓ કોલેજના ગેટ પર બેસણું કરશે. મળતી માહિતી મુજબ જણાવવામાં આવી રહ્યું છે કે, કોલેજ પ્રશાસન તરફથી આ મામલાની તપાસ કરવા માટે એક આંતરિક કમિટી ગઈ છે. જે તેનો તપાસ રિપોર્ટ કોલેજ પ્રશાસનને સોંપશે.

 

 


Share this Article