બેગૂસરાયના સાંસદ ગિરિરાજ સિંહે એકવાર ફરી અસદુદ્દીન ઓવૈસીના ટ્વીટ પર પલટવાર કરતા કહ્યુ કે, ઓવૈસીના સપના ક્યારેય પૂરા થશે નહીં અને ભારતમાં ક્યારેય શરિયા કાયદો લાગૂ થશે નહીં. હકીકતમાં ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે એક દિવસ ભારતમાં હિજાબવાળી પ્રધાનમંત્રી બનશે. ઓવૈસીના આ ટિ્વટના જવાબમાં ગિરિરાજ સિંહે કહ્યું છે કે ભાજપ દ્વારા ક્યારેય જાતિ કે સંપ્રદાયના આધારે કોઈ ભેદભાવ કરવામાં આવ્યો નથી, પરંતુ ભારતમાં અબ્દુલ કલામ આઝાદની નીતિ ચાલશે નહીં.
તેમણે કહ્યું કે જે લોકો ભારતમાં શરિયા કાયદો લાવવા માંગે છે અને ભારતને ઈસ્લામિક રાજ્ય બનાવવા માંગે છે તેમની યોજના ક્યારેય સફળ નહીં થાય. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ તેમની ત્રણ દિવસની મુલાકાતે બેગુસરાઈમાં છે. ૧૧ ફેબ્રુઆરીના રોજ અસદુદ્દીન ઓવૈસીએ યુપીના મુરાદાબાદના કાંઠમાં જનતાને સંબોધતા કહ્યું હતું કે અમે અમારી દીકરીઓને ઈચ્છીએ છીએ કે ‘ઈન્શા અલ્લાહ, જાે તે નક્કી કરે કે અબ્બા-અમ્મી હું હિજાબ પહેરીશ, તો અમ્મા-અબ્બા કહેશે, દીકરા પહેરો, અમે જાેઈશું કે તમને કોણ રોકે છે. દીકરીઓ કહે છે કે તેઓ હિજાબ, માસ્ક પહેરશે અને કોલેજ પણ જશે. કલેક્ટર પણ બનશે, બિઝનેસમેન પણ બનશે, જીડ્ઢસ્ પણ બનશે. ઓવૈસીએ એમ પણ કહ્યું કે એક દિવસ એક બાળકી હિજાબ પહેરીને આ દેશની પ્રધાનમંત્રી બનશે.