લગ્નના દિવસે દરેક મહેમાનના મોઢે નવદંપતીનું નામ હોય છે. આ દિવસ દુલ્હા અને દુલ્હન માટે ખાસ હોય છે. આ દિવસે બંને લાઈમલાઇટમાં રહે છે. જેથી કઈ અજુગતું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. લગ્નની લાઈમલાઇટ કોને ન ગમે? જાેકે, આવી લાઈમલાઇટ છીનવાઇ ન જાય તે માટે એક યુવતી લગ્નના એક અઠવાડિયા પહેલા ઘરેથી ભાગી ગઈ હતી. યુવતીની બહેન લગ્નના દિવસે જ પોતાના બોયફ્રેન્ડને પ્રપોઝ કરવાની હતી. જ્યારે યુવતી નહોતી ઈચ્છતી કે, તેની જગ્યાએ તેની બહેન લાઈમલાઈટમાં આવે.
આ કારણોસર તેણે જે દિવસે લગ્ન હતા, તેના એક અઠવાડિયા પહેલા લગ્ન કરી લીધા હતા. આ વાતનો તેણે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે. તેણે તેના મિત્રોને કહ્યું કે, હું હનીમૂન પર જાઉ ત્યારે પરિવારના લોકોને આ આખી વાતની જાણ કરજાે. સોશિયલ મીડિયા સાઈટ પર તેણે જણાવ્યું કે, જે દિવસે તેના લગ્ન થવાના હતા, તે દિવસે તેની બહેને તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કરવાનો પ્લાન કર્યો હતો. પરિવારના લોકોએ તેને આ વાત જણાવી નહોતી.
પરિવારના લોકો તેને લગ્નના દિવસે સરપ્રાઈઝ આપવા ઈચ્છતા હતા. યુવતીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેના પતિ સાથે મળીને અલગ જ પ્લાન ગોઠવી દીધો. યુવતીએ લગ્નના દિવસના એક અઠવાડિયા પહેલા જ ઘરેથી ભાગીને તેના ફિયોન્સે સાથે લગ્ન કરી લીધા હતા. તેની બહેન પ્રપોઝ કરવાની હતી પણ યુવતીને તેના લગ્નમાં બીજુ કોઈ આકર્ષણનું કેન્દ્ર બને તેવું બિલકુલ પસંદ નહોતું. યુવતીએ તેના માતા પિતા અને તેની બહેનને આ વાત જણાવી નહોતી. તેણે તેના લગ્નમાં મિત્રો, પિતરાઈ ભાઈ અને આંટીને પણ આમંત્રિત કર્યા હતા.
તેણે મહેમાનોને કહ્યું હતું કે, હનીમૂન પર ના જાય ત્યાં સુધી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી નહીં. બીજી તરફ યુવતીના માતા પિતા તેની આ હરકતથી ખૂબ જ નારાજ છે. તેણે સોશિયલ મીડિયા સાઈટ પર દાવો કર્યો કે, લગ્નની તૈયારીઓમાં ખૂબ જ ખર્ચો થયો હોવાને કારણે તેની માતા વળતરની માગ કરી રહી છે. તેણે કહ્યું કે, મને મારી બેન અંગે કોઈ જ ફરિયાદ નથી, પરંતુ મારા લગ્ન મારા માટે એક ખાસ દિવસ હતો. આવી સ્થિતિમાં કોઈ બીજું પ્લાનિંગ કરવાનું હતું તો તે અંગે મને જણાવવું જાેઈતું હતું.