નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને ઓક્ટોબર મહિનો ઘણા ઉપવાસ અને તહેવારો સાથે છે. નવરાત્રીના પ્રથમ દિવસે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના ભાવ આગલા દિવસના ભાવે સ્થિર છે. આગામી દિવસોમાં કરવા ચોથ પણ આવવાની છે અને જો તમે સોનાના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા જાણીએ સોના અને ચાંદીના આજના ભાવ.
આજે સોના ચાંદીના ભાવ
વાયદા બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે, 3 ઓક્ટોબર, ગુરુવારે 22 કેરેટ સોનાનો ભાવ 71,000 રૂપિયાના બદલે 71,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 77,450ને બદલે 77,560 રૂપિયા છે. જ્યારે ચાંદીનો ભાવ 95000 રૂપિયા પર સ્થિર છે.
મહાનગરોમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ
મહાનગર=22K ગોલ્ડ રેટ- 24K ગોલ્ડ રેટ
દિલ્હી= 71250- 77710
મુંબઈ= 71100- 77560
કોલકાતા= 71100- 77560
ચેન્નાઈ= 71100- 77560
અન્ય શહેરોમાં સોના અને ચાંદીના ભાવ
સિટી=22K ગોલ્ડ રેટ 24K ગોલ્ડ રેટ્સ
બેંગ્લોર= 71100- 77560
હૈદરાબાદ= 71100- 77560
કેરળ= 71100- 77560
પુણે= 71100- 77560
વડોદરા= 71150- 77610
અમદાવાદ= 71150- 77610
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ ઓક્ટોબર મહિનાની શરૂઆત સોના અને ચાંદીની કિંમતોમાં વધારા સાથે થઈ છે. આગામી દિવસોમાં ઘણા મોટા તહેવારો આવવાના છે, એવી ધારણા છે કે સોના-ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે.